ગુજરાત

gujarat

ETV Bharat / state

વનવિભાગ દ્વારા પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત હાથ ધરાઈ - સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન

તાપી જિલ્લાના ડોલવણના પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટ (Padamdungari eco tourism site) ને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન (single use plastic free zone) બનાવવાની કવાયત વન વિભાગ (Forest Department) દ્વારા હાથ ધરવામાં આવી છે. જેનાં ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે પ્રવાસીઓને ઈકો ટુરિઝમની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ પ્રવાસીઓને કાચની બોટલમાં પાણી આપવાનો અખતરો પણ કરવામાં આવી રહ્યો છે.

Padamdungari eco tourism site
Padamdungari eco tourism site

By

Published : Nov 13, 2021, 12:35 PM IST

  • ઈકો ટુરીઝમ જાણે પ્રવાસીઓ માટે પિકનિકના સ્થળ બની ગયા
  • વન વિભાગ દ્વારા અનોખી પહેલ
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત હાથ ધરાઈ

તાપી: રાજ્યભરમાં સરકાર દ્વારા ખાસ કરીને જંગલ વિસ્તારોમાં અનેક સ્થળોએ ઈકો ટુરીઝમ સાઈટો વિકસાવવામાં આવી છે. આ ઈકો ટુરીઝમ સાઈટો વારે તહેવારે તેમજ રજાના દિવસોમાં પ્રવાસીઓથી ઉભરાય જતાં હોય છે. પ્રવાસીઓ માટે પ્રકૃતિને માણવા અને જાણવા માટે ઈકો ટુરિઝમની વિકસાવવામાં આવ્યા છે. મોટાભાગના ઈકો ટુરીઝમ જાણે પ્રવાસીઓ માટે પિકનિકના સ્થળ બની ગયા છે. લોકોના પ્લાસટિકના કચરાને ઘટાડવા માટે ગુજરાતનું તાપીનું ડોલવણના પદમડુંગરી ઈકો ટુરિઝમ (Padamdungari eco tourism site)ને પ્લાસ્ટિક ફ્રી ઝોન (single use plastic free zone) બનાવવા વન વિભાગ (Forest Department) દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

પદમડુંગરી ઈકો ટુરીઝમ સાઈટને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવાની કવાયત હાથ ધરાઈ

આ પણ વાંચો: સાહસ કોઇ વયનું મોહતાજ નથી, મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ

પ્રવાસીઓ કાચની બોટલમાં પાણી આપવાનો નુસખો ગામની જ મહિલાઓનો

ગુજરાતનાં આ સોથી મોટા પદમડુંગરી ઈકો ટુરિઝમ (Padamdungari eco tourism site) માં આવતાં પ્રવાસીઓ કાચની બોટલમાં પાણી આપવાનાં નુસખામાં ગામની જ સખી મંડળની બહેનોની મુખ્ય ભૂમિકા રહેલી છે. પદમડુંગરી ગામની જ 11 જેટલી બહેનો અંબિકા નદીમાંથી પાણીને પ્યૂરીફાય કરીને કાચની બોટલોમાં પેક કરીને પદમડુંગરી ઈકો ટુરિઝમમાં આવતાં પ્રવાસીઓ માટે વેચાણ અર્થે મૂકી રહી છે. અંબિકા નદીનાં તટ પર હરિયાળા જંગલમાં છેલ્લાં પંદરેક વર્ષથી વિકસાવવામાં આવેલા આ ઈકો ટુરિઝમની મુલાકાતે સુરત, વડોદરા સહિતના શહેરોમાંથી પ્રવાસીઓ આવતાં હોય છે.

આ પણ વાંચો: Bharat Biotechની Covaxin કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે 77.8 ટકા અસરકારક, રસીના ત્રીજા ટ્રાયલમાં સામે આવી માહિતી

ઈકો ટુરિઝમને વનવિભાગે પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા પહેલ ઉપાડી

ખાસ કરીને શનિ- રવિની રજાઓમાં તેમજ વારે તહેવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતાં હોય છે અને પોતાની સાથે લાવેલા પ્લાસ્ટિક સહિતનો કચરો અહીં જ છોડીને જતાં હોય છે. હવે આ ઈકો ટુરિઝમને વનવિભાગે (Forest Department) પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા પહેલ ઉપાડી છે. જંગલનાં પર્યાવરણને પ્લાસ્ટિકના કચરાથી દૂષિત થતાં બચાવવા પ્રવાસીઓએ પણ ખ્યાલ રાખવો ખૂબ જ અનિવાર્ય છે.

પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે

હરિયાળા જંગલની વચ્ચે અંબિકા નદી કિનારે આવેલા પદમડુંગરી ઈકો ટુરિઝમ (Padamdungari eco tourism site)ને વન વિભાગ (Forest Department) દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા નુસખો અપનાવાયો છે. ટુરિઝમની મુલાકાતે આવતાં પ્રવાસીઓમાં પાણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં આવતાં પ્રવાસીઓને અંદર પ્રવેશતાં પહેલાં પ્રવાસીઓની બેગ કડકાઈથી ચેક કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારનાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (single use plastic free zone) પ્રવાસીઓને સાથે લઈ જવા દેવામાં આવતાં નથી, જેનો પ્રવાસીઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details