જિલ્લાના સોનગઢ તાલુકાના જુનવાણ ગામે રહેતા ભાવસિંગભાઈ ગામીતના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી. આગ લાગતા ઘરમાંગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો.જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
તાપીના સોનગઢમાં લાગી ભીષણ આગ, ઘર વખરી બળીને ખાખ - gujarat
સોનગઢ: તાપી જિલ્લાના સોનગઢ ગામે આગની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્પોટ ફોટો
ઘટનાની જાણ વ્યારા અને સોનગઢ ફાયરની ટીમને કરાતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ટીમે પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. આગની બનેલી આ ઘટનામાં ઘરવખરીનો અંદાજીત ચાર લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.