ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી બજેટમાં બારડોલીની જનતાની શું છે અપેક્ષા, તમામ ક્ષેત્રના લોકો સારા બજેટની રાહ જોઈ રહ્યા છે - CENTRAL BUDGET

બારડોલી: આવનારા દિવસોમાં કેન્દ્ર તેમજ રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલીમાં પણ ખાંડ ઉદ્યોગ, શિક્ષણ જગત તેમજ વ્યાપાર જગતે પોતાના મંતવ્યો અને બજેટ માટે યોગ્ય જોગવાઈની માગ કરી હતી.

બારડોલી બજેટને લઇને અનેક પડતર પ્રશ્નોની માગ

By

Published : Jun 21, 2019, 8:27 PM IST

મોદી સરકાર અને રૂપાણી સરકારનું આગામી દિવસોમાં બજેટ રજૂ થનારુ છે. ત્યારે દરેક ક્ષેત્ર સરકારના બજેટ માટે અપેક્ષા રાખીને બેઠું છે. ત્યારે સુરત જિલ્લાની વાત કરી એ તો ખેતી માટે ખાંડ ઉદ્યોગ મહત્વનો છે. ઘણા લાંબા સમયથી ખાંડ ઉદ્યોગના અનેક પડતર પ્રશ્નો રહ્યા છે. ત્યારે આવનારા બજેટમાં કૃષિનું અલગ બજેટ બનાવવા માગ કરી હતી. તેમજ ખાંડ ઉદ્યોગમાં વર્તમાન ભાવોની MRPમાં ફેરફાર, બફર સ્ટોક અંગે યોગ્ય નીતિ બનાવાય તેવી માગ કરી હતી.

બારડોલીમાં અલગ યુનિવર્સીટી અને કોલેજો સ્થપાય છે. ત્યારે સરકાર પ્રાથમિક અને સ્નાતક શિક્ષણમાં ધરખમ ફેરફાર કરી યોગ્ય નીતિ બનાવે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. સાથે જ મૂળભૂત પ્રશ્નો અંગે જાગૃતિ રૂપ શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાય તેવું જણાવ્યું હતું.

બારડોલી બજેટને લઇને અનેક પડતર પ્રશ્નોની માગ

ખેતી શિક્ષણ સાથે વ્યાપાર. ઉદ્યોગ પણ બાકાત રહી શકતું નથી. કારણ અંતિમ વર્ષોમાં નોટબંધી, GSTના નિર્ણયોથી સારા નબળા બંને પાસા જોવા મળ્યા હતા. અને આવા નિર્ણયોથી વ્યાપારની પણ માઠી અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી. GSTમાં સરળતા ટેક્સમાં યોગ્ય બંધારણ લાઇ આવવા માગ કરી હતી.

દરેક ક્ષેત્રમાં આવનાર બજેટ માટે ઘણી આશા અને અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે તમામ વર્ગો અને ક્ષેત્રોને સરકાર કેટલું મહત્વ આપશે અને બજેટ થકી પ્રશ્નોનું નિવારણ લાવશે કે કેમ તે હવે જોવું રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details