ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડુંઃ કેરીના પાકને નુકસાન, ખેડૂતોમાં ચિંતા

તાપીઃ વાયુ વાવાઝોડુંના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો બીજી બાજુ કેરીના પાકને માઠી અસર જોવા મળી હતી. તાપી જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ડોલવણ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા આંબા ઉપરથી મોટી સંખ્યાની કેરી ખરી પડતા ખેડૂતોને પેટ પર પાટુ પડ્યું છે. રાજ્ય ભરમાં કેટલાક દિવસોથી વાયુ વાવાઝોડાથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને બે દિવસમાં ખાસ કરીને ભારે પવન અને વરસાદી ઝાપટાથી ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે.

By

Published : Jun 14, 2019, 9:30 PM IST

સ્પોટ ફોટો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની જ્યાં મેઘરાજાએ પહેલી જ બેટિંગની શરૂઆત ધુઆધાર કરી હતી. આમતો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ તાપી અને સુરત જિલ્લો ખાસ શેરડી ડાંગર પાક લેતો આવ્યો છે પણ ભાવ સરળતા માટે ખેડૂતો આમવાડી તરફ વળ્યા હતા અને પોતાની જમીનમાં આંબા વાડી કરીનો પાક સારા ભાવની આશા સાથે લીધો હતો. આંબા ઉપર કેરી તૈયાર થઈ અને બેડવાના સમયએ વાતાવરણમાં આવેલ બદલાવથી અપરિપક્વ કેરી ખરી પડી હતી અને માર્કેટમાં જાય તે પહેલાં ખેડૂતોને નુકસાની મળી છે.

કેરીના પાકને નુકસાન

વધતા રાસાયણિક ખાતર, દવા, મજૂરીના ભાવોથી ત્રસ્ત ખેડૂતોએ આંબાવાડીનો વિકલ્પ અજમાવ્યો હતો. પણ જાણે કુદરત રૂથી હોય તેમ પરિણામના સમય એજ વાતાવરણ બાજી બગડતા ખેડૂતોની મહેનત નિષ્ફળ નીવડી છે કારણ કે, પરિપક્વ કેરી બેડીને માર્કેટમાં મોકલતા 20 કિલોએ 600થી 700 રૂપિયા ભાવ ખેડૂતોને મળતો હતો. હવે કેરીના માર્કેટને એવી તો અસર થઈ કે ભાવ પણ સીધા ઘટીને 200 રૂપિયા થઈ જતા મણ દીઠ 400 રૂપિયાનું આર્થિક નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details