ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીની વાલ્મીકિ નદી પર પુલના સળિયા દેખાયા, ભ્રષ્ટ્રાચારની આશંકા - Bridge

તાપીઃ જિલ્લામાં વાલોડની વાલ્મીકિ નદી પર આજથી દસ વર્ષે અગાઉ બનાવવામાં આવેલા પુલનાં સાત જેટલાં પાયાનાં સળિયા દેખાઇ આવતાં પુલનાં બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ દેખાય રહી છે. પુલનાં પાયા અત્યંત નબળા અને જર્જરિત થઈ જતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. જો કે પુલ ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાના ભય વચ્ચે નાના વાહનચાલકો તેમજ આસપાસનાં લોકો અવરજવર કરી રહ્યાં છે.

પુલની જર્જરીત હાલત

By

Published : Apr 22, 2019, 10:29 PM IST

પુલ બન્યાનાં દસ વર્ષમાં જ કોઝવે જર્જરિત થઈ જતાં ધરાશાયી થવાના ભય નીચે અંદાજીત 2500થી વધુ વસ્તી ધરાવતાં વાલોડનાં નદીપારના બે ફળિયાનાં લોકોને અવરજવર માટે ત્રણથી ચાર કિમીનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ પણ તંત્ર દ્વારા બનાવવામાં ન આવતાં વાહનચાલકોને હંમેશા અવર જવર દરમિયાન કોઝવે પરથી નીચે પડી જવાની દહેશત જોવા મળે છે. જેને લઈ લોકો આ જર્જરિત પુલને તોડીને નવો પુલ બનવવાની માંગ કરી રહ્યાં છે.

પુલની જર્જરીત હાલત

ABOUT THE AUTHOR

...view details