ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના મહુવામાં આવેલા ચેક ડેમ થયો લીકેજ - Mahuva

સુરત: જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ચેક ડેમ મરામતના અભાવે લીકે જ રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કામગીરી ન કરાતા હાલ સંગ્રહાયેલ વરસાદી પાણી પણ વહી રહ્યું છે. જેથી આવનાર ઉનાળામાં પણ ફરી એજ જળ સંકટના એંધાણ વર્તાયા છે.

etv bharat tapi

By

Published : Sep 3, 2019, 1:21 AM IST

સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં આદિવાસી ખેડૂતોની જીવાદોરી વિસ્તારના ચેકડેમો છે. મહુવા તાલુકાના વલવાળા , સામ્બા, વસરાઇ ગામે પાંચ જેટલા ચેક ડેમો આવ્યા છે. આ પાંચેય ચેક ડેમ હાલ બિસ્માર થયાં છે. ઉનાળાના સમયે જ ચેકડેમ લીકેજ થયાં હતાં. અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા મરામતની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ઉનાળાના સમયની કામગીરી ચોમાસાની સિઝનમાં પણ કરવામાં આવી ન હતી. જેને પગલે હાલમાં પડેલ વરસાદી પાણી પણ વહી જવાની નોબત આવી છે.

મહુવા તાલુકામાં આવેલો ચેક ડેમ થયો લીકેજ

ઓલણ અને અંબિકા નદી પર આવેલ ચેક ડેમોથી વિસ્તારની હજારો હેક્ટર ખેતીની જમીન નિર્ભર રહે છે. ચેક ડેમના પાણીથી ખેડૂતો ખેતીના પાકને જીવનદાન આપે છે. પરંતુ મરામતના અભાવે આ પાણી સંગ્રહિત થતું નથી. લાખોના ખર્ચે બનેલ ચેક ડેમો મરામતના અભાવે માત્રને માત્ર પૈસા ન આંધણ સિવાય કશું થયું ન હોવાની પણ સ્થાનિકો દ્વારા બુમરેગ ઉઠવા પામી છે.

મહુવા તાલુકાના ચેક ડેમમાં લીકેજથી ગત વર્ષે ઉનાળાની સિઝનમાં ખેતી અને પશુપાલન માટે જળ સંકટ ઉભું થયું હતું. આ સિઝનમાં અંબિકા અને ઓલણ નદીમાં પુર આવ્યું હતું. ખેડૂતો પણ ખુશ હતા. પરંતુ મરામતની કામગીરી ન કરાતા હવે પાણી સંગ્રહિત થવાને બદલે વહી જઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details