2014 લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પ્રભુ વસાવાને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી. જેના સામે કૉંગ્રસના કદાવર આદિવાસી નેતા એવા તુષાર ચૌધરીને મેદાને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે મોદી લહેરના પગલે ભાજપના પ્રભુ વાસવાની 1.25 લાખ મતે જીત થઈ હતી. ત્યારે ફરી 2019 લોકસભામાં બન્ને ઉમેદવારોને પાર્ટી દ્વારા ટિકિટ ફાળવાતા ભાજપના ઉમેદવાર વિકાસના નામે મતદારોને રિજવવાનો પ્રયાસ કરી રહ્યા છે .
બારડોલી જીતે તે પક્ષ દિલ્હી જાય, જીતનો સરતાજ પહેરવા બંને પક્ષો મેદાને - prabhu vasava
બારડોલી: સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે એવું કહેવાય છે કે 23 બારડોલી લોકસભાની સીટ પર જે ઉમેદવાર જીત નો તાઝ પહેરે તે પક્ષનું દિલ્હીમાં રાજ હોય છે. ત્યારે બન્ને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાને ઉતરી પડ્યા છે.
સ્પોટ ફોટો
2019 લોકસભામાં 23 બારડોલી લોકસભા બેઠક પર જેઓના નામ પર કૉંગ્રેસ પક્ષ દ્વારા ફરી એક વખત મહોર લગાવવામાં આવી છે તે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ચલાવવામાં આવેલા જુઠાણાને લઈ મતદારોને રિજવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.