તાપી: ગુજરાતમાં આવનારી વિધાનસભણી ચૂંટણી (Gujarat assembly election 2022) માટે ભાજપે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં અનેક મોટા માથાઓના નામ કાપવામાં આવ્યા છે જયારે બીજી તરફ અનેક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તાપી જિલ્લાની (Tapi district) વ્યારા વિધાનસભા સીટ પર ભાજપે ઈસાઈ સમુદાયના ઉમેદવારને ટિકિટ (Christian community candidate in Vyara assembly) આપીને સૌને ચોંકાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ (Bhartiy janta party) અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપી હોય તેમ નથી બન્યું.
કોણ છે મોહન કોંકણી?: મોહન કોંકણી મૂળ ગુજરાતના તાપીના ડોલવણ તાલુકાના હરીપુરા ગામના રહેવાસી છે. તેમના પિતા એક ખેડૂત છે. તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેઓ 1995થી રાજકીય ક્ષેત્રે સક્રિય થયા હતા. 2002 થી 2005 સુધી તાલુકા યુવા મોર્ચા અને સંગઠનની જવાબદારી નિભાવી હતી. પુર્વ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ માવજી ચૌધરીને 2015માં જિલ્લા પંચાયતની સીટ પર હરાવી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત થયા હતા. 2020-21 માં જિલ્લા પંચાયતની સીટ પર વિજેતા થઈને જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હાલ કાર્યરત છે.
મતદારો: 2017ના આંકડા પ્રમાણે વ્યારાવિધાનસભા બેઠક પર ફુલ 2,22,629 મતદારો છે. જેમાં 1,08,687 પુરુષ મતદારો, 1,13,942 સ્ત્રી મતદારો છે.વર્ષ 2007માં અસ્તિત્વમાં આવી આ બેઠક તાપી જિલ્લાનાં મુક્ત મથકની વ્યારા બેઠક વર્ષ 2007ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સૌથી વધુ આદિવાસી મતદારો છે. જો કે, આ બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો છે. અહીંથી પૂનાજી ગામીત હાલમાં ધારાસભ્ય છે. ભાજપે કોંગ્રેસનાં ગઢ ગણાતા વ્યારા વિધાન સભામાં મોહન કોંકણીને ટિકીટ આપતા ચર્ચાનો માહોલ બન્યો છે.
વ્યારા બેઠકનું જાતિગત સમીકરણ: આ બેઠક જાતિ અને આર્થિક સમીકરણ જોઇએ તો વ્યારા મતક્ષેત્ર શહેરી વિસ્તાર હોવાથી અહીં જાતિગત સમીકરણ ઓછા અને આર્થિક સમીકરણ વધુ કામ કરે છે. આ વિસ્તારમાં આદિવાસી કોમ્યુનિટી વધુ છે. પરંતુ આર્થિક સંપન્ન લોકો વધુ છે.જો કે જાતિગત સમીકરણોમાં ચૌધરી સમાજની વસ્તી સૌથી વધુ હોવા છતાં કોંકણી સમુદાયના ઉમેદવારને ટિકિટ મળતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીના આંકડા:2012ની ચૂંટણીમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 73,138 મતો મળ્યા હતાં. જયારે ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ 59,582 મતો મળ્યા હતાં. ગત ચૂંટણીઓની વાત કરીયે તો 2012માં પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,556 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2007માં કોંગ્રેસના પુનાજી ગામીત ભાજપના પ્રતાપભાઈ ગામીતને 17,472 મતે હરાવી વિજેતા થયા હતાં. જયારે 2004ની પેટા ચૂંટણીમાં તેઓએ ભાજપના પ્રતાપભાઈ ગામીતને 13,719 મતે હરાવી વિજેતા થયાં હતાં. જયારે ગત 2017ની ચૂંટણીમાં પુનાજી ગામીતને 88,576 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ ચૌધરીને 64,162 મત મળ્યાં હતાં.