સુરત જિલ્લાના બારડોલીમાં તલાવડી મેદાન આવેલું છે. જ્યાં, સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. ભગવાન ગણેશજીની મૂર્તિ વેંચાણના પંડાલો આવેલા છે. કેટલાક વર્ષોથી અહીં મેદાનમાં માત્ર માટીના ઢગ કરવામાં આવ્યા છે. જેના કારણે મૂર્તિકારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બારડોલીનો તલાવડી વિસ્તાર એટલે જૂનો અને જાણીતો વિસ્તાર છે. દર વર્ષે અહીં અમદાવાદ, મહારાષ્ટ્રથી મૂર્તિકરો મૂર્તિ વેંચવા માટે આવે છે. પાલિકા દ્વારા મેદાનને આધુનિકરણ માટે અનેકવાર કરોડોની ગ્રાંન્ટ ફાળવાય છે. પરંતુ, કામગીરી કરવામાં આવતી નથી. બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ગણેશ ઉત્સવને ધ્યાને લઇ મૂર્તિ લેવા માટે આવે છે. મેદાન મોટું હોવા છતાં અહીં માટીના ઢગ, ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. સમસ્યાએ ઉભી થઇ છે કે, લોકો મૂર્તિ લેવા આવે છે. પરંતુ, મૂર્તિ કેવી રીતે લઈ જવી તે વાતથી ગણેશ ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે.
બારડોલીના તલાવડી મેદાનમાં ઉભું થયું ગંદકીનું સામ્રાજ્ય - gujaratinews
તાપી: બારડોલી શહેરના તલાવડી મેદાન ખાતે ખડકેલા માટીના ઢગલા અને ગંદકીથી વિસ્તારમાં રોગ ચાળાની દહેશત ઉભી થઇ છે. છેલ્લા બે વર્ષથી પાલિકા દ્વારા મેદાન નવીનીકરણની કરોડોની ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. મેદાન બિન ઉપયોગી તો બન્યું છે. તેમજ ગણપતિ ઉત્સવમાં મૂર્તિકારો પનડાલ લગાવતા હોય છે. મેદાનમાં માટીના ઢગ અને ગંદકીથી તેમજ મૂર્તિ લેવા માટે આવતા લોકોને પણ હાલાકી વેઠવી પડે છે.
તલાવડી મેદાન બારડોલીમાં પ્રવેશ કરવાની સાથે જ આવે છે. વર્ષ 2016માં આ મેદાનને આધુનિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, આજદિન સુધી કોઈ કામગીરી અહીં જોવા મળી નથી. રમત ગમત માટે પણ આજ જગ્યા છે. જે પાલિકાના અણઘડ આયોજનના કારણે મેદાન કામમાં આવી રહ્યું નથી. નજીકના દિવસોમાં જ ગણેશ ઉત્સવ આવવાનો છે. ત્યારે કૃત્રિમ તળાવ પણ અહિં કેવી રીતે બનાવવું તે પણ પ્રશ્ન ઉભો થનાર છે. જેથી માટીના ઢગનું યોગ્ય પુરાણ કરી લેવલ કરવામાં આવે તે કામ આવી શકે છે. જેથી મૂર્તિકારોના વ્યવસાય પર પણ અસર ન પડે અને મૂર્તિ લેવા આવનાર ગણેશ ભક્તોને પણ હાલાકી ન પડે તેવું આયોજન પાલિકા કરે એવી લોક માગ ઉઠી છે.