- શિક્ષણ સહાયક ભરતી -2021 હેઠળ 2938
- વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓફર લેટર એનાયત કરવામાં આવ્યો
- મુખ્ય પ્રધાને આપી શુભેચ્છા
તાપી: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2021 અંતર્ગત પસંદગી પામેલા વિવિધ જિલ્લાના કુલ- 2938 ઉમેદવારોને નિમણુંક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવ્યો હતો. જે અન્વયે તાપી જિલ્લામાં કલેકટર કચેરીના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે કુલ-48 શિક્ષકોને ક્લેકટર આર.જે.હાલાણીએ નિમણુંકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉત્સાહમાં કર્યો વધારો
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા 2938 ઉમેદવારો પૈકી તેમના પ્રતિનિધી સ્વરૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા 5 ઉમેદવારોને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણુંક પત્ર એનાયત કરી રાજ્યભરના નવનિયુક્ત શિક્ષકોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરણદાયી ઉદબોધન કર્યુ હતુ. જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરએ નિમણૂંક પામેલ શિક્ષકોને પ્રાસંગિક ઉદબોધન કરી અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.