ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લામાં વધુ એક સગીરા દુષ્કર્મનો બની ભોગ - rape news in tapi

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે, ત્યારે દુષ્કર્મ, લૂંટ, હત્યા જેવા કિસ્સા પણ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો તાપીમાં જોવા મળ્યો છે. જેમાં એક પંદર વર્ષીય સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે.

તાપી જિલ્લામાં વધુ એક સગીરા દુષ્કર્મનો બની ભોગ
તાપી જિલ્લામાં વધુ એક સગીરા દુષ્કર્મનો બની ભોગ

By

Published : May 31, 2021, 12:38 PM IST

  • જિલ્લાના એક ગામમાં હવસખોરે 15 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • લગ્નની લાલચ આપી હવસખોર સગીરાને ભગાડી ગયો હતો
  • પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

તાપીઃ એક પંદર વર્ષીય સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાનાનો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ગામના અને આરોપી ચેતન ચંદ્રસિંહ પાઠવીએ 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ પીડિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં હતી.

આ પણ વાંચોઃવડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ

આરોપી ચેતન પાડવીએ અવારનવાર દુષ્કર્મ કર્યા હોવાનું સામે આવ્યું

જિલ્લાના એક ગામમાં યુવાએ અવારનવાર ગામની જ એક યુવતી પર દુષ્કર્મ આચરતો હોવાથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર વયની છોકરીઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરે છે

પ્રાપ્ત માહિતી અનુસાર સગીર વયની છોકરીઓને લગ્નની લાલચ આપી હવસખોરો દ્વારા પીંખી નાખવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં તાપી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મઆચર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

લગ્નની લાલચ આપી ચેતન સગીરાને ભગાડી ગયો હતો

જિલ્લાના એક ગામમાં ચેતન ચંદ્રસિંહ પાડવીએ એક 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ દરમિયાન હવસખોરે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચોઃજામનગરમાં કારખાનામાં કામ કરતી સગીરા પર દુષ્કર્મ આચરનારા 2ની ધરપકડ

કેસમાં આગળની કાર્યવાહી CPI દ્વારા કરાશે

હવસખોર ચેતન દ્વારા સગીરાને ભગાડી જવા, ઉપરાંત વારંવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં આગળની કાર્યવાહી CPI કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details