ગુજરાત

gujarat

ETV Bharat / state

Mushroom cultivation In India: તાપી જિલ્લાના મહીલા ખેડૂત વિશે જાણો જેઓ મશરૂમની ખેતી કરી બન્યા આત્મનિર્ભર - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

ઓછી જમીનમાં ખેત ઉત્પાદન થકી વધુ આવક કેવી રીતે મેળવવી તે માટે નવતર પ્રયોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (Agricultural Sciences center) દ્વારા હાથ ધરાયો હતો. જેમાં મશરૂમની ખેતીએ (Mushroom cultivation In India) નાના ખેડૂતો જ નહીં, પરંતુ ગૃહિણીઓ અને નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક નીવડી રહી છે. મશરૂમની ખેતી સારી આવક આપનારી સાબિત થઈ શકે તેમ છે. ત્યારે તાપી જિલ્લામાં મહિલા ખેડુતોએ તે અપનાવી આજે વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી સ્વનિર્ભર થઈ ગૃહિણીઓ અને નાના ઉદ્યોગકારો માટે ઉત્તમ ઉદાહરણ બન્યાં છે.

Mushroom cultivation In India: તાપી જિલ્લાના અંજનાબેન મશરૂમની ખેતી કરી બન્યા આત્મનિર્ભર
Mushroom cultivation In India: તાપી જિલ્લાના અંજનાબેન મશરૂમની ખેતી કરી બન્યા આત્મનિર્ભર

By

Published : Dec 8, 2021, 8:28 PM IST

  • મશરૂમની ખેતીએ મહિલાઓને સ્વનિર્ભર બનાવી
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો દ્વારા મશરૂમની ખેતી માટે તાલીમ અપાશે
  • જમીન વિહોણા ખેડૂતો માટે સારી આવક ઉભી કરવાનું સ્તોત્ર મશરૂમની ખેતી

તાપી:જિલ્લાના અંજનાબેન ખુબજ નાની જગ્યામાં મશરૂમની ખેતી કરી આત્મનિર્ભર બન્યાં છે. જેઓ સિવિલ એન્જીનિયર છે તેની સાથે તેમશરૂમની ખેતી (Mushroom cultivation In India)કરી ગામની અન્ય મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડી છે અને ખેડૂતોને પણ મશરૂમની નફાકારક ખેતી તરફ આકર્ષાવામાં સફળ રહ્યાં છે.

Mushroom cultivation In India: તાપી જિલ્લાના અંજનાબેન મશરૂમની ખેતી કરી બન્યા આત્મનિર્ભર

અંજનાબેન ગામીત બન્યા લોકોની પ્રેરણા

વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના રહેવાસી અંજનાબેન ગામીત જેમણે ડિપ્લોમાં સિવિલનો અભ્યાસ કર્યો છે અને તેઓ તેમની સિવિલ એન્જીનિયરના કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને વર્ષે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. મશરૂમની ખેતીના માધ્યમથી ગામની મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પુરી પાડી છે. અંજનાબેન દ્વારા ગામની મહિલાઓને રોજગારી આપી સ્વનિર્ભર બનાવી છે આ સાથે મહિલાઓ સંતોષની લાગણી પણ અનુભવી રહી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાંતો દ્વારા સમયાંતરે તાલીમ અને માર્ગદર્શની મુહિમ

ટૂંકા સમય ગાળામાં થનાર અને ફાયદાકારક એવા મશરૂમની સફળ ખેતીના માર્ગદર્શન માટે તાપી જિલ્લાના વ્યારા મુકામે આવેલાકૃષિ વિજ્ઞાન કેન્દ્રના (Agricultural Sciences center) કૃષિ નિષ્ણાંતો દ્વારા સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે (Training and guidance provided periodically by agricultural experts) છે. દેશમાં સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી મશરૂમની સફળ ખેતીને ધીમે-ધીમે અપનાવાય રહ્યી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવસેને દિવસે જમીનોમાં ધટાડો નોંધાય રહ્યો છે, ત્યારે તેને ધ્યાને લઈને ઓછી જમીનમાં કેવા નફાકારક પાકો લઈ શકાય અથવા જમીન વિહોણા લોકો એક નાના ઉદ્યોગ તરીકે મશરૂમની ખેતીને કેવી રીતે વિકસાવી તેના થકી સારી આવક મેળવી શકે તે અંગેની ચળવળ રૂપે આજે વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સફળ થઈ રહ્યું છે અને ખેડૂતો તેને અપનાવી રહ્યા છે સાથે લોકો સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી મશરૂમની કેવી રીતે ખેતી કરવી, તે અંગે માર્ગદર્શન આપી આ વિસ્તારના નાના ખેડૂતોને પગભર કરી રહ્યા છે.

આ પણ વાંચો:ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી

જાણો મશરૂમની ખેતીથી થતા ફાયદાઓ

મશરૂમ્સમાં ઘણા મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સ રહેલા છે તેમાં વિટામિન બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય મશરૂમ્સમાં કોલીન નામનું ખાસ પોષક તત્વ જોવા મળે છે, જે સ્નાયુઓની પ્રવૃત્તિ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના સેક્યુલોઝ ધરાવતાં ઘઉં-ડાંગરનું પરાળ, સુગરકેન બગાસ વગેરે ઉપર મશરૂમ ઉગાડી શકાય છે. હાલ મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગમાં વધારો થતાં અન્ય ખોરાક ઉપરનું ભારણ ઘટવાની શક્યતા છે. મશરૂમની ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, મશરૂમનો પાક લીધા બાદ વધેલા અવશેષોને કેટલફીડ તરીકે, ઉચ્ચ ગુણવત્તા વાળા ખાતર તરીકે અથવા બાયોગેસ ઉત્પાદન માટે વાપરી શકાય છે. ઉપરાંત મશરૂમની ખેતીમાં મૂડી રોકાણના પ્રમાણમાં સારો એવો નફો મળી રહે છે અને વરસાદ આધારીત અનિશ્ચિત ખેતી સામે નિશ્ચિત કાયમી આવકની ખેતી બની રહે છે. આ પદ્ધતિ સરળ અને સસ્તી હોવાથી નાના અને જમીન વિહોણા ખેડૂતો માટે સારી આવક ઉભી કરવાનું સ્તોત્ર બની રહે સંભાવનાઓ છે.

આ પણ વાંચો:ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details