ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

બારડોલી: દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતને સિંચાઈના પાણીની અગવડતા અને નહેરનું રોટેશન ફરી બંધ થતાં ખેડૂતો એ વાર્ષિક સાધારણ સભા યોજી લડતનો માર્ગ અપનાવવાનો ઠરાવ કર્યો છે.

By

Published : May 23, 2019, 4:16 AM IST

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડૂતો માટે વર્ષોથી સક્રિય રીતે ચાલી રહેલા તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ખેડૂત સમાજની બેઠકનો દોર શરૂ થયો છે. વર્ષના અંતે મળતી સાધારણ સભા આ વખતે સુરત જિલ્લાના બારડોલી ખાતે યોજાઈ હતી. આજે પણ ખેડૂતોના પડતર પ્રશ્નો વણ ઉકેલ્યાં છે.

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પાણીના અભાવે ખેતીમાં ઉભેલો પાક પણ પાણીના અભાવેે સુકાઇ રહ્યો છે. નહેર વિભાગ પણ ડેમમાં પાણી ઓછું હોવાના રાગ ગાઇને એક માસ માટે ફરી પાણી બંધ કરી દીધું છે. ત્યારે આ બાબતે લડતનો માર્ગ અપનાવાનો નિર્ણય કર્યો છે. સભામાં શેરડીના પોષણક્ષમ ભાવો, રાસાયણિક ખાતરોમાં વધતી મોઘવારી, સરકારની કૂટનિતી જેવા મુદ્દાઓને લઇને ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details