તાપીના નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પર મૌલીપાડાના ત્રણ રસ્તા નજીક રોડ પર એક ટ્રક નંબર જીજે -૧૯-વી-૨૩૮૬ માં રેતી ભરી ઉચ્છલ તરફ જતા હતા, ત્યારે રાત્રીના સમયે રેતીની ટ્રકમાં પંચર પડતાં ડ્રાઇવર ટ્રકનું ટાયર બદલવા ઉભો હતો. તે દરમ્યાન નિઝર તરફથી આવતી મારુતિ વાન કાર્ગો નંબર જીજે-૫-એઝેડ-૯૯૫૭નો ચાલક હિતેષભાઇ લલ્લુભાઇ હળપતિ (રહે,કુંભિયા-વાલોડ, જી.તાપી) ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતા મારુતિવેનમાં બેસેલ અન્ય એક ઈસમ વિજય સુમનભાઈ ગામીત (રહે, કોસંબીયા તા.વાલોડ)ના તથા ચાલક હિતેષભાઇ બંને ઈસમો વેનના આગળના ભાગ સાથે કેબિનમાં ફસાઈ ગયા હતા.
તાપીમાં ટ્રક અને મારૂતી વાન વચ્ચે અકસ્માત, 1નું મોત
તાપીઃ જિલ્લામાં એક વાન અને મારૂતિ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મારૂતિ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તેમજ અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટનાની નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પીએસઆઈ આર.સી.વસાવાએ આગળની તપાસ કરી રહયાં છે.
ચાલક હિતેશભાઈને છાતીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને કેબિનમાં બેસેલ અન્ય ઇસમ વિજયભાઈને માથાના ભાગે તથા હાથ પગ પર ફેક્ચર થતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ વ્યારા સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. બંને ઈસમોને વૅનમાંથી બહાર કાઢવા કેબીનના પતરાઓ કાપીને કાઢવામાં લગભગ બે થી વધુ કલાકનો સમય ગયો હતો. બનાવ અંગે રાકેશભાઈ રાયસીંગભાઇ ગામીતે નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેમની ફરિયાદને આધારે પીએસઆઈ આર.સી.વસાવા આગળની વધુ તપાસ કરી રહયાં છે.