ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીના ખેડુતો ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરે તે માટે સેમિનાર યોજાયો - ખેડુત

તાપીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે તાપીના ખેડૂતો ઔધોગિક ઢબે બાગાયત ખેતી તરફ વળે અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર થાય તે હેતુસર ખેડૂતો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરે તે માટે સેમિનાર યોજાયો
ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરે તે માટે સેમિનાર યોજાયો

By

Published : Feb 25, 2020, 11:57 AM IST

Updated : Feb 25, 2020, 12:05 PM IST

સુરત : ખેડૂતો વધુમાં વધુ ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને ખેતી કરે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. ખેડૂતો માટે વિવિધ યોજનાઓ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજનાઓ ખેડૂતો પાસે વધુમાં વધુ પહોંચે તે માટે વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ લે તે માટે સરકાર અવારનવાર અને પ્રોગ્રામો પડતી હોય છે. ખાસ કરીને સરકારની બાગાયત ખેતી અને બાગાયત ખેતી માટેની સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો તેનો લાભ લે તે માટે આજે તાપીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો.

ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરે તે માટે સેમિનાર યોજાયો
તાપી જિલ્લાના ખેડૂતો હવે સરકારની વિવિધ યોજનાઓ અને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને આવા પ્રોગ્રામો થકી તેઓ વધુને વધુ માહિતી મેળવીને સારુ ખેત ઉત્પાદન કરી રહ્યા છે.
Last Updated : Feb 25, 2020, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details