ગુજરાત

gujarat

સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું, વન વિભાગે કબજામાં લીધું

વાવાઝોડાને કારણે તાપી જિલ્લાના સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પક્ષી આવી ગયુ હોવાથી આજે તેનું રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોપવામાં આવ્યું હતું.

By

Published : May 19, 2021, 8:36 PM IST

Published : May 19, 2021, 8:36 PM IST

સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું
સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિકસોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું નામનું વિદેશી પકડાયું

  • દરિયાઈ રેડ બેઇલ્ડ ટ્રોપિક પક્ષી મૂળ બ્રાઝિલમાં જોવા મળે છે
  • પક્ષીને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું
  • પક્ષી સ્વસ્થ થતાં પ્રકૃતિની ગોદમાં છોડી મૂકવામાં આવશે

તાપી: જિલ્લાના સોનગઢમાં વિદેશી પક્ષી મળી આવ્યું હતું. આ પક્ષી તૌકતે વાવાઝોડામાં ખેંચાઈ આવ્યું હોય એવું લાગી રહ્યું છે. સોનગઢ બગીચામાં ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીનો સતત અવાજ આવતા પાસેના એક વ્યક્તિને જોવા મળ્યું હતું. તેમણે સોનગઢ વન વિભાગને સંપર્ક કરતા પક્ષીને રેસ્ક્યુ ટીમે વન વિભાગને સોંપ્યું હતું. વન વિભાગે તપાસ કરતા આ પક્ષીનું નામ રેડ બેઇલ્ડ ટ્રોપિક બર્ડ હોવાનું જાણવા મળ્યું હતું.

સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું

આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાને લઈને હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનના રોચક વીડિયો...

વિદેશી પક્ષી હોવાની વનવિભાગની માન્યતા

વિદેશી પક્ષી દરિયામાં રહેતું પક્ષી છે અને માછલી તેનો મુખ્ય આહાર છે. ભારતના દરિયા કિનારે આ પક્ષી ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતમાં આ પક્ષી માત્ર કોઈવાર જ જોવા મળે છે. લાલ ચાંચવાળું અને સફેદ પીછાવાળું તથા તીક્ષ્ણ અવાજ કરતું રેડ બેઇલ્ડ ટ્રોપિક પક્ષી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા જાણવા મળ્યું હતું કે, તેને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. આ રેડ બેઇલ્ડ ટ્રોપિક પક્ષી તૌકાતે વાવાઝોડામાં ખેંચાઈને આવ્યું હોવાનું વન વિભાગનું અનુમાન છે. તે સ્વસ્થ થતાં આ રેડ બેઇલ્ડ ટ્રોપિક બર્ડને એના પ્રકૃતિની ગોદમાં છોડી મૂકવામાં આવશે એવું તાપીના DFO આનંદ કુમારએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:સાબરકાંઠામાં વાવાઝોડા બાદ ખેડૂતોને થયું લાખોનું નુકસાન

ABOUT THE AUTHOR

...view details