ગુજરાત

gujarat

By

Published : May 27, 2021, 3:50 PM IST

ETV Bharat / state

તાપીના ઉકાઈમાં 7.90 લાખની ચોરી કરનારા શખ્સો પોલીસ સકંજામાં

કોરોના કાળમાં લોકો આર્થિક ભીસમાં આવી ગયા છે. તે સામે ચોર-લૂંટારાઓ પણ મોકળા બન્યા છે. ત્યારે, તાપીના ઉકાઈમાં એક બંધ મકાનમાંથી 7.90 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં, ઉકાઈ પોલીસ દ્વારા બાતમીના આધારે 2 યુવકોને ઝડપી પાડ્યા હતા. આ બાદ, પોલીસની કડક તપાસમાં આ બંન્ને શખ્સોએ આ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

તાપીના ઉકાઈમાં 7.90 લાખની ચોરી કરનારા શખ્સો પોલીસ સકંજામાં
તાપીના ઉકાઈમાં 7.90 લાખની ચોરી કરનારા શખ્સો પોલીસ સકંજામાં

  • તસ્કરોએ તાળા તોડી 7.90 લાખની કરી ચોરી
  • લાકડા અને લોખંડનાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીના ચોરાયા
  • પોલીસ દ્વારા પૂછપરછ કરાતાં બન્ને યુવકોએ ચોરી કર્યાનો સ્વીકાર

તાપી: કોરોના કાળમાં હાલ ધંધા-રોજગાર વગર લોકો નવરા બેઠા જોવા મળી રહ્યા છે. ત્યારે, આવા સમયે લબરમુછીયા ચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે, ઉકાઈમાં જ 18થી 25 વયનાં 2 યુવકોએ ચોરીને અંજામ આપ્યો હાવાનું સામે આવ્યું હતું. ઉકાઈના વર્કશોપ માંથી ગત તા.13મી મે નારોજ ઘરનું તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 1-લેપટોપ તથા રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 1,48,240/ ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા. આ બાબતે ઉકાઇ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્યો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 7.90 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું.

તાપીના ઉકાઈમાં 7.90 લાખની ચોરી કરનારા શખ્સો પોલીસ સકંજામાં

આ પણ વાંચો:તાલાલાના જ્યોતિગ્રામની લાઈનમાંથી વીજ ચોરી કરતો શખ્સ રંગેહાથે ઝડપાયો

બંધ મકાનમાંથી આ થઈ ચોરી

વસ્તું કિંમત
સોનાનું મંગળસુત્ર 43,590
સોનાનું બે પેન્ડલ 40,500
ચાંદીની વાટકી (2 નંગ) 1,450
ચાંદીની બે વીંટી 4,700
લેપટોપ 15,500
રોકડ રકમ 43,000
કુલ મતા 1,47,240

7,90,000નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું સામે આવ્યું

ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સોનગઢના ઉકાઈ વર્કશોપ સેકટર-૫માં રહેતા મેહુલ નંદકિશોર મિશ્રા 30મી એપ્રિલથી પોતાના ઘરને તાળું મારીને પોતાના ગામ ગયા હતા. આ બાદ, તે પાછા ઉકાઇ 13મી મેના રોજ ધરે આવી જોયું તો ઘરના દરવાજાનું તાળું તુટેલુ હતું. ઘરના દરવાજાને લગાવેલું તાળુ કોઈક અન્ય વસ્તુથી તોડી ઘરના બેડરૂમમાં આવેલા લાકડા અને લોખંડનાં કબાટ ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના, લેપટોપ તથા રોકડ રકમ મળી કુલ 1,48,240 રૂપિયાની ચોરી કરી શખ્સો નાશી છુટ્યા હતા. ત્યારબાદ, મેહુલ મિશ્રાએ ઉકાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે, તપાસ દરમિયાન કુલ 7,90,000નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:વિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે 2 યુવકોની ધરપકડ કરી

ઉકાઈ પોલીસ સ્ટેશનના મહિલા PSI પી.વી.ધનેશાએ પોલીસકર્મીઓની અલગ અલગ ટુકડી બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં, બાતમીના આધારે ઉકાઈના પાથરડા ગામના કોટવાળીયા ફળીયામાં રહેતો 19 વર્ષીય નિલેશ રામદાસ કોટવાળીયા અને ઉકાઈના વર્કશોપમાં રહેતો સંય દિલીપ ગામીત, એમ બન્ને યુવકોને ઉકાઈ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસના કકડ વલણથી પૂછપરછ કરાતાં બન્ને યુવકોએ ચોરી કર્યાનો હોવાનો સ્વીકાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details