રેન્જ IGની RR cellની ટીમ તાપી જિલ્લાના સોનગઢ તરફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોનગઢના જમાદાર ફળિયામાં રહેતો અને મૂળ રાજસ્થાની બહેરુલાલ ખત્રી પોતાના કમ્પ્રેશર સાથેના ટ્રેક્ટર પર કેબલ વાયર, બેટરી વગેરે સાધનોની મદદથી વિસ્ફોટકો વડે કૂવો ખોદવાનું કામ કરે છે. જે અંગેની બાતમી RR cellની ટીમને મળતા સોનગઢ તાલુકાના કણજી ગામે ખાડી કોટરમાં તપાસ કરતા બહેરુલાલ ખત્રી ટ્રેક્ટર સાથે ત્યાં મળી આવ્યો હતો.
તાપીના કણજીમાંથી 1.61 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ઇસમ ઝડપાયો - RR cell
તાપીઃ જિલ્લાના સોનગઢ કણજી ગામે એક રાજસ્થાની ઈસમ પોતાના કમ્પ્રેશર સાથેના મહેન્દ્ર ટ્રેક્ટરમાં જીલેટિન અને ડિતોનેટરનો જથ્થો લઈને ફરતો હતો. જેને રેન્જ IGની RR cellની ટીમે બાતમીના આધારે 1.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
tapi
જેની પાસેથી 3 ડિતોનેટર, 70 જીલેટિન સ્ટીક સહિત 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. RR cell પોલીસ દ્વારા સદન પૂછપરછ કરાતા આ વિસ્ફોટકો સોનગઢના પાછળ આવેલા સાદડ કુવા ગામના વિસ્ફોટકોના ગોડાઉન પરથી એક ઇસમે આપ્યા હતા અને કણજી ગામના યોગેશ માવચી નામના ઇસમે કૂવામાં હોલ પાડવા માટે બોલાવ્યો હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે બહેરુલાલ ખત્રીની ધરપકડ કરી વિસ્ફોટક આપનાર અને કૂવામાં હોલ પાડવા માટે બોલાવનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.