સુરેન્દ્રનગરઃ જિલ્લામાં મંગળવારે અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની (Women's Day 2022) ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રબ્બરના 15,000 હેન્ડ ગ્લવ્ઝ દ્વારા 5,000 સ્ક્વેર ફૂટમાં ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરનું વિશાળ ચિત્ર બનાવવામાં (Large picture of Lata Mangeshkar in Surendranagar) આવ્યું હતું. સૌથી વિશેષ વાત એ છે કે, તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ લેવામાં આવી હતી.
ખાનગી કંપનીની મહિલાઓએ તૈયાર કર્યું વિશાળ ચિત્ર આ પણ વાંચો-Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું.! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"
ખાનગી કંપનીની મહિલાઓએ તૈયાર કર્યું વિશાળ ચિત્ર
સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીએ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આ ચિત્ર તૈયાર કરાવ્યું હતું. આ કંપનીમાં દરરોજ ઉપયોગમાં લેવાતા રબ્બરના 15,000 હેન્ડ ગ્લવ્ઝથી ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ ચિત્ર બનાવવામાં 7 દિવસનો સમય લાગ્યો હતો.
આ ચિત્રનું નામ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં નોંધાયું ખાનગી કંપનીની મહિલાઓએ તૈયાર કર્યું વિશાળ ચિત્ર આ પણ વાંચો-Women's Day 2022: સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતાં મહિલા કઈ રીતે બન્યાં પ્રેરણારૂપ, જૂઓ
ઉજવણીમાં રાજકીય ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ ખાનગી કંપનીના માલિક સહિત સમગ્ર પરિવારજનો લતા મંગેશકરજીના (Large picture of Lata Mangeshkar in Surendranagar) ચાહક છે. તેથી તેમણે વિશ્વ મહિલા દિવસે (Women's Day 2022) મહિલાઓ માટે કંઈક અલગ કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેમણે આ અનોખી ઉજવણીનું આયોજન (Women's Day Celebration in Surendranagar) કર્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય અને ઓદ્યોગિક ક્ષેત્રના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણીમાં રાજકીય ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત દરરોજમાં ઉપયોગમાં લેવાતા રબ્બરના હેન્ડ ગ્લવ્ઝથી બનાવાયું વિશાળ ચિત્ર
અહીં દરરોજના ઉપયોગમાં આવતી વસ્તુ એવા રબ્બર હેન્ડ ગ્લવ્ઝ દ્વારા પ્રથમવાર કોઈનું આટલું વિશાળ ચિત્ર બનાવવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં (World Record in Surendranagar) પણ આ ઉજવણીનો નોંધ લેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં રોશન (Women's Day Celebration in Surendranagar) થયું છે.