સુરેન્દ્રનગરઃ હાલ દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ મહામારીને લઈને સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધીમે ધીમે એક પછી એક છૂટછાટ અપાઈ રહી છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાને ફરજિયાત મહત્વ અપાયું છે. જેથી આ રોગનું સંક્રમણ વધે નહીં. ત્યારે લગ્નપ્રસંગ હોય કે, મરણ પ્રસંગ જેને લઇને પણ તંત્ર દ્વારા અમુક છૂટછાટ અપાઈ છે.
આ દીકરીના લગ્ન પહેલા 2 મેના રોજ હતા પણ લોકડાઉનના કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતાં. ત્યારબાદ અનલોકમાં સરકાર દ્વારા રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવતા આ પરિવાર દ્વારા શનિવારે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી અને સરકારના હાલના નિયમોનું પાલન કરીને કરવામાં આવ્યા હતા. જેમાં 50 માણસો જ હાજર રહ્યાં હતાં અને કન્યા પક્ષ તરફથી બધા મહેમાનોને માસ્ક ફરજિયાત આપવામાં આવ્યું હતું.