સુરેન્દ્રનગરઃ સૌની યોજના થકી નર્મદાના નીર આપવાની માગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચો અને ગ્રામજનો હવે રોષે (Water Problem in Surendranagar) ભરાયા છે. તેમણે ભેગા મળીને કલેક્ટર કચેરી સામે 11 દિવસના ઉપવાસ (Water Problem in Surendranagar) આંદોલનની શરૂઆત કરી છે. સાથે જ તેમણે પાણી આપવા અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Water Problem in Surendranagar: આ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો સરપંચો ઊડાડશે સરકારની ઊંઘ - Movement of Sarpanches of Surendranagar
સુરેન્દ્રનગર જિલ્લાના 27 ગામોને નર્મદાનું નીર ન મળતા ગામના સરપંચો અને ગ્રામજનો રોષે (Water Problem in Surendranagar) ભરાયા છે. ત્યારે હવે તેમણે પણ ઉપવાસ આંદોલનની શરૂઆત (Movement of Sarpanches of Surendranagar) કરી છે. આ સાથે જ તેમણે માગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
નર્મદાના નીર માટે સરપંચોના વલખાં-સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 27 ગામોને નર્મદાનાં નીર ન મળતા (Narmada water Demand in the villages of Surendranagar) ગામના સરપંચો અને ગ્રામજનો હવે રોષે ભરાયા છે. ત્યારે તેમના દ્વારા કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. તેમ જ તેમણે યોગ્ય નિર્ણય કરવાની પણ માગ કરી હતી.
આ પણ વાંચો-Farmers Agitation: પાલનપુર પંથકના હજારો ખેડૂતો ઉમટી પડતાં તંત્રમાં ગભરાટ
27 ગામો પાણીથી વંચિત- 27 ગામોના સરપંચો અને ગ્રામજનોએ વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારે 15 દિવસમાં પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમ છતાં પાણી ન મળતાં હવે તેમણે સરકાર સામે બાંયો (Narmada water Demand in the villages of Surendranagar) ચડાવી હતી. આ આંદોલનમાં ખોડુ, રાવળિયાવદર, નગરા, રામપરા સહિતના ગામના લોકો જોડાયા છે. આ ગામોમાં હાલ તળાવો ખાલીખમ થઈ ગયા છે અને બોરના તળ પણ ઊંડા જતાં પાણી માટે ગ્રામજનોને રઝળપાટ કરવાની નોબત આવી છે. સાથે જ સરપંચોએ ઉગ્ર આંદોલનની પણ (Movement of Sarpanches of Surendranagar) ચીમકી ઉચ્ચારી છે.