સુરેન્દ્રનગર : જિલ્લાના લિબંડી નજીક નંદવન હોટલના ગ્રાઉન્ડમાંથી અજાણ્યા શખ્સો દ્રારા રાજેશ નારાયણ આંગડીયા પેઢીના પાર્સલ ભરેલો થેલો જેમાં સોના ચાંદીના દાગીના સહિત 91,50,000ની મતા ભરેલા થેલાની ચોરી થઈ હતી. જેમા લિબંડી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયા છે.
ફરિયાદના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઈવે પરના CCTV ફુટેજ ચેક કરતા અજાણ્યા શખ્સો દ્રારા બેગની ઉઠાંતરી થઈ હોવાનુ માલુમ પડયુ હતું. પોલીસે ફરિયાદને આધારે અગાઉ માસ્ટરમાઈન્ડ પ્રદીપસિંહ રામપ્રકાશસિહ પરમાર અને ઉધમસિગ દતારામ ગુર્જરને દેશી તમંચો, બાઈક અને 47,07,000 સાથે પકડી લીધા હતા. બાકીના આરોપીની શોધખોળ શરૂ હતી, ત્યારે આંતરરાજય હોવાનું પોલીસને શંકા જતા સતત શોધખોળ હાથ ધરતા સુરેન્દ્રનગર અને લિબંડી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયા છે.