સુરેન્દ્રનગર:વઢવાણ તાલુકામાં ત્રીપલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. ફૂલગ્રામ ગામે પરિવાર સાથે રહેતા હમીરભાઈ મેમકિયા બપોરના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન પાડોશમાં રહેતા ભગાભાઈ નગજીભાઈએ ઘર પાસેથી પસાર થતી ગટરના ગંદા પાણી મામલે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર થતા રોષે ભરાયેલા ભગાભાઈએ હમીરભાઈ મેમકિયાના ગળાના ભાગ ઉપર છરીના ઝીંક્યા હતા. મામલો વધુ બિચકતા ઝગડો ખૂની સ્વરૂપ લેતા ઝગડામાં 3 લોકોના મોત થયા હતા.
કેવી રીતે બની ઘટના?:વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે પરિવાર સાથે રહેતા હમીરભાઈ મેમકિયા બપોરના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન પાડોશમાં રહેતા ભગાભાઈ નગજીભાઈએ ઘર પાસેથી પસાર થતી ગટરના ગંદા પાણી મામલે બોલાચાલી કરી હતી. બબાલ દરમિયાન મામલો ઉગ્ર બનતા રોષે ભરાયેલા ભગાભાઈએ હમીરભાઈ મેમકિયાના ગળાના ભાગ ઉપર છરીના ઝીંક્યા હતા. જે અંગેની જાણ ઘરમાં રહેલ પુત્રવધુને થતા તે બહાર દોરી આવી હતી ત્યારે પુત્રવધુ દક્ષાબેન પર પણ આરોપીએ છરીના ઝીંક્યા હતા. તેમજ ખેતરેથી આવેલ તેના પુત્ર ધર્મેન્દ્ર ઉપર પણ આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુંમલામાં પિતા, પુત્ર અને પુત્રવધુના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. નાના એવા ગામમાં ત્રણ લોકોની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા SP, DYSP, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસ બંદોબસ્ત:સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા અને ગામમાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસ.પી એ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગટરના પાણી મામલે ઝગડો થયો હતો. હાલ તો આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જો કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.