ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે શીતળા સાતમ, મંદિરમાં ભક્તોની ભીડ - devotees Prayer

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્ર વદ સાતમ એટલે કે, શિતળા સાતમ છે. આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં 200 વર્ષ જૂનું શિતળામાતાનું મંદિર આવેલુ છે, જ્યાં આજે સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

શિતળા માતાનું મંદિર

By

Published : Apr 26, 2019, 3:20 PM IST

આ મંદિરે ચૈત્ર વદ સાતમના દિવસે અને શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે અને મેળામાં લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. ભક્તો પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે.

શીતળા સાતમ હોવાથી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરમાં સવારે 4 વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. દર્શનાર્થીઓએ પગપાળા, દંડવત અને ઠંડુ ખાવાના જેવી બાધાઓ રાખે છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે અને આજુ-બાજુનાં ગામડાઓ તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details