ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબડીમાં રૂપિયા 27 લાખના પટોળાની થયેલી ચોરીનો આરોપી ઝડપાયો - પટોળાના શો રૂમ

લીંબડી: જિલ્લામાં લુંટ, મારામારી, મર્ડર, જુથઅથડામણ, જેવા બનાવો સામાન્ય બની ગયા છે. ગત તારીખ 15 જુલાઇના રોજ લીંબડી સર્કલ પર આવેલા પટોળાના શો રૂમના તાળા તોડી તશકરોએ રૂપીયા 27.53 લાખના પટોળા ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે CCTV ના આધારે પોલીસે રાજસ્થાનના એક આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી હતી.

લીંબડીમાં રૂપિયા 27 લાખના પટોળાની થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

By

Published : Aug 4, 2019, 5:45 AM IST


લીંબડી હાઈવે પર સર્કલ પાસે સંસ્કૃતિ સિલ્ક પટોળાનો શો રૂમ આવેલો છે. ત્યા આ શો રૂમમાં લાખોની કિંમતના મોધા પટોળા મળે છે ત્યારે ગત 15 જુલાઇના રોજ મુળ રાજસ્થાન પાલી ગામના બે ભાઇઓ પહેલાથી જ રેકી કરી રાતના સમયે શટરમાં સળીયો બીડાવી અંદર પ્રવેશી વિક્રમ ખેતારામ માલી અને તેનો ભાઇ નિતેશ માલી શો રૂમમાંથી મોધા પટોળા જેની કિંમત રૂપિયા 27.53 લાખ જેટલી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શો રૂમના માલીક પંકજભાઈ મકવાણાએ લીંબડી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે LCB પોલીસ અને લીંમડીની સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરતા અમદાવાદ સુધીના હાઈવે પરના
CCTV ચેકીંગ કરતા પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી મળી હતી.

લીંબડીમાં રૂપિયા 27 લાખના પટોળાની થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

LCB પોલીસે અમદાવાદની એક હોટલમાં પટોળા ચોરીના આરોપીઓ આશરો લીધો હોવાની બાતમીના આધારે હોટલમાંથી આરોપી વિક્રમ ખેતારામ માલીને ઝડપી પાડયો હતો.તેને પુછપરછ હાથ ધરતા તેણે આ ચોરીની કબુલ કરી હતી. અને આરોપી વિક્રમ પાસેથી પોલીસે ચોરી થયેલ રૂપિયા 27.53 લાખના પટોળા પૈકી રૂપીયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેમણે કબુલ કર્યું હતું કે લીંબડી શો રૂમમાં ચોરી કરતા પહેલા બન્ને ભાઇઓએ શો રૂમની આઠ દિવસ સુધી રેકી કરી હતી.અન્ય મુદ્દામાલ તેનો ભાઇ નિતેશ લઇને ભાગી ગયો છે. જેથી પોલીસે આરોપી નિતેશને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે હાલ આરોપી વિક્રમ માલી પાસેથી ચોરીમાં વપરાયેલી કાર, લોખંડનો પાઇપ, લાકડાનો ધોકો, તેમજ મુદ્દામાલમાં કાચીપુરમ સાડીઓ, કોટનના પટોળા, અને સાડીઓ સહિત રૂપીયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને અન્ય ચોરીનો માલ લઇ નાશી છુટેલા આરોપી નિતેશ માલીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details