મહેતા માર્કેટમાં આવેલી રિક્ષામાં પ્લાસ્ટિકના કપ હોવા અંગેની કોઈ વ્યક્તિએ ચીફ ઓફિસર સંજય પંડયાને ફોન દ્વારા જાણ કરી હતી. આથી તેમણે આ બાબતે કાર્યવાહી કરવા માટે છત્રપાલસિંહને સૂચના આપતા ,જેના આધારે નગરપાલિકાની ટીમે મહેતા માર્કેટમાં દરોડો પાડયો હતો અને સ્વસ્તિક પ્લાસ્ટિક અને વિષ્ણુ પ્લાસ્ટિકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
નગરપાલિકા દ્વારા દરોડો પાડી, પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો
સુરેન્દ્રનગરઃ શહેરમાં ઝબલા અને ચાના કપ સહિતના નિયમો માટે નગરપાલિકાએ નિયમનો ભંગ કરનાર સામે દંડો ઉગામ્યો છે. ત્યારે મહેતા માર્કેટમાં દરોડા પાડીને 77,000 હજાર પ્લાસ્ટિકના કપ જપ્ત કર્યા હતા.
નગરપાલિકા દ્વારા દરોડો પાડી, પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો
જેમાં 77,000 પ્લાસ્ટિકના કપ મળી આવ્યા હતા.આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાતમીના આધારે શહેરના ઉદ્યોગનગરમાં ઠેરઠેર પ્લાસ્ટિકના કારખાનામાં દરોડા કર્યા હતા.જ્યાંથી પ્લાસ્ટિકના 9 રોલ જબલા સહિત કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો