ગુજરાત

gujarat

By

Published : Sep 14, 2019, 5:23 PM IST

ETV Bharat / state

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

સુરેન્દ્રનગરઃ શહેરમાં આવેલાં વઢવાણમાં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા તંત્રમાં હલ્લાબોલ કર્યુ હતું, અને તાત્કાલિક ધોરણે ગંદા પાણીના નિકાલ અંગેની ઉગ્ર રજૂઆત કરી હતી

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

વઢવાણ નગરપાલિકા વોડૅ નં1 ઉમિયા ટાઉનશીપમાં ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક પાલિકા, કલેક્ટર અને તંત્રમાં ગટરના કોન્ટ્રાક્ટરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ કલેક્ટર કચેરીમાં ધસી ગઇ હતી.

15 દિવસ પહેલા પણ મહિલાઓ કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ ગુરુવારના રોજ મહિલાઓએ અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, બે માસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાયેલા છે. અગાઉ 15 દિવસ પહેલાં પણ કલેક્ટર કચેરીમાં 150થી વધુ સ્થાનિક બહેનોએ લેખીત આવેદન પાઠવ્યું હતું. છતાં ગંદા પાણીનો નિકાલ આજદિન સુધી કરાયો નથી.

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

ગટરના પાણી ઉભરાવવા અને વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદા પાણી ઘરના દરવાજા સુધી પહોંચી ગયા હ તા. જેના કારણએ મચ્છરોના અસહય ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. બાળકો સહિત તમામ લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. છતાં લબાડ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.એટલે મહિલાઓએ અધિક કલેકટરને રજૂઆત કરી હતી. પણ તેમની પાસેથી યોગ્ય જવાબ ન મળતા મહિલોઓનુ ટોળાએ શુક્રવારના રોજ ધારાસભ્ય ઘરે પહોંચી ધારાસભ્ય ધનજીભાઈ પટેલનાને ઉગ્ર રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, વઢવાણ નગરપાલિકાના વોર્ડ 1 આવેલ ઉમીયા ટાઉનશીપ અંદાજે 2500 મકાન આવેલા છે. પાલીકા તરફથી કોઇ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો અને હાલમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાલીકાએ પાણી નિકાલ માટે કોઇ યોગ્ય રસ્તો નહિ કરતા લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. તેમજ વાહનવ્યવહારમાં પણ ભારે હાલાકી પડે છે. જેથી આ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ગંદા પાણીના નિકાલની માગ કરવામાં આવી છે. જો આ માગ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details