- સુરજદેવળ મંદિર તરફના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- અમરેલીમાં કાઠી સમાજની દિકરીને પોલીસે ખોટી રીતે ફસાવી હોવાથી યોજાયુ મહાસંમેલન
- જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની મુખ્ય માંગ
સુરેન્દ્રનગરના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું - અમરેલી સમાચાર
સુરેન્દ્રનગર જિલ્લાના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા. અ સંમેલન યોજવા પાછળનું મુખઅય કારણ અમરેલીના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરીને ફસાવવાના આવી હોવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે યોગ્ય પગલા લેવાય તે માટેનું હતું.
સુરેન્દ્રનગરના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું
સુરેન્દ્રનગર: અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરીને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરીને ફસાવવાના આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે યોગ્ય પગલા લેવાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના સુરજદેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું.