ગુજરાત

gujarat

ETV Bharat / state

બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUIએ સીટની રચના કરવા આવેદન પાઠવ્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 17 નવેમ્બરના યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં સુરેન્દ્રનગરના બે કેન્દ્ર પર ગેરરીતિ થઇ તે કેન્દ્ર ઉપર તપાસ કરવા સીટની રચના કરી યોગ્ય તપાસ કરવા NSUI અને ક્રોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટરને રજૂઆત કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

By

Published : Dec 4, 2019, 10:47 AM IST

બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUI દ્વારા સીટની રચના કરવા આવેદન પાઠવ્યું
બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUI દ્વારા સીટની રચના કરવા આવેદન પાઠવ્યું

સુરેન્દ્રનગરમાં બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં શ્રી એસ.એન.વિધાલય વઢવાણ અને સી.યુ શાહ ઇંગ્લીશ સ્કૂલ વઢવાણ કેન્દ્રો પર વિદ્યાર્થી દ્વારા ગેરરીતિ થઇ હોવાના CCTV ફૂટેજ બહાર આવેલા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્રી એસ.એન.વિદ્યાલયમાં વિદ્યાર્થી પરીક્ષાના સમય દરમ્યાન 1:14 કલાકે બાથરૂમ જવાના બહાને પરીક્ષા ખંડમાંથી બહાર જાય છે, અને ખૂબ જ લાંબા સમય બાદ 1:42 એટલે કે, અડધો કલાક બાદ પરત આવે છે. પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા બાદ ક્યાં જાય છે એ શાળાના બીજા એક પણ CCTV માં જોવા મળતું નથી. પરત આવ્યા બાદ ઉપરના ખીસ્સામાંથી કાપલી જેવી ચબરખી કાઢી અને ઉત્તર વહીમાં જવાબ લખતો સ્પષ્ટપણે દેખાય છે.

બીન સચિવાલયમાં ગેરરીતિ મામલે NSUI દ્વારા સીટની રચના કરવા આવેદન પાઠવ્યું

વિદ્યાર્થી આટલો બધો લાંબો સમય પરીક્ષા ખંડની બહાર રહેતા હોવા છતાં નિરીક્ષક કોઈ ઉપલા અધિકારીને જાણ કરવાનું યોગ્ય સમજતા નથી અને એ વિદ્યાર્થીને બિંદાસ રીતે એ ચબરખીમાંથી ઉત્તરવાહીમાં લખવા દેતા હોય એવુ સ્પષ્ટ દેખાય છે. આવી જ રીતે સી.યુ શાહ ઈંગ્લીશ સ્કુલ વઢવાણમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલમાંથી લખતો CCTVમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જેમાં વિદ્યાર્થી 12:40: 03 વાગ્યે પરીક્ષા ખંડની બહાર જાય છે બાદમાં પરીક્ષા દરમ્યાન 1:14 એ પ્રથમવાર મોબાઈલમાંથી લખતો જણાય છે.

ત્યારબાદ તે થોડીવાર બાદ મોબાઇલને ખીસ્સામાં મુકી દે છે, બાદમાં 1:19 મીનીટે ફરી 1:33:06 મીનીટે અને ત્યાર બાદ 1:48:13 થી 2:00 વાગ્યા સુધી મોબાઈલમાંથી ઉત્તરવહીમાં ઉત્તર લખતો જોઈ શકાય છે, અને જયારે વર્ગ નીરીક્ષક સમય પૂરો થયો ત્યારે ઉત્તરવહીઓ જયારે પરત લેતા હોય તે દરમિયાન વિદ્યાર્થી મોબાઇલ દ્વારા ઉત્તર વહીના ફોટા પાડે છે. જે CCTVમાં સપષ્ટ પણે જોઈ શકાય છે.

જયારે વિદ્યાથી મોબાઈલ દ્વારા ઉત્તરવહીનો ફોટો પાડે છે, ત્યારે મોબાઈલમાં ફ્લેશ થાય છે અને પરીક્ષાખંડના દરેક વિદ્યાર્થીને અને વર્ગનીરીક્ષકને જાણ થાય છે છતાં પણ વર્ગનીરીક્ષક આ બાબતે કોઈ ઉપલા અધિકારીને જાણ કરતો નથી, અને કોઈ નક્કર પગલાં ભરતા નથી. તેમજ ઉપર જણાવેલ બે કેન્દ્રની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો NSUI દ્રારા ઉગ્ર આદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details