શુક્રવાર રોજ પ્રેમ મારુતિ ટ્રેડિંગમાં પાતળા પ્લાસ્ટિકનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે છત્રપાલસિંહ ઝાલા, કેતનભાઇ,કમલેશભાઇ,રાહુલભાઈ સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વધુ 700 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક પાસેથી રૂપિયા 25 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોપ્લાસ્ટિકનો જથ્થો - Muncipal
સુરેન્દ્રનગરઃ શહેરમાં 50 માઇક્રોનથી પાતળા ઝબલા તેમજ પ્લાસ્ટિકની ચાની પ્યાલીના કપ સહિતનો ધંધો ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો ઉઠ્યા કરે છે, ત્યારે શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરમાંની મારૂતિ ટ્રેડિંગમાંથી 700 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાન માલિક પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો
આ અંગે પાલિકા અધિકારી છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે શહેરમાં પ્રદુષણ ફેલાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરાવવા નગરપાલિકા દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમજ એકવાર પકડાયેલા વેપારી જો બીજી વાર ઝડપાશે તો રૂપિયા 2,50,000 સુધીનો દંડ તેમજ ફોજદારી કેસ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.