સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પાસે આવેલા થાન વિસ્તારમાં નાની બાળકીની દફનવિધિ કર્યા બાદ મૃતદેહ અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોવા મળ્યો હતો. પછી બાળકીનો મતૃદેહ સુરેન્દ્રનગર અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મૃતબાળકીના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે, દોઢ વર્ષની મૃતબાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ બાળકીને જન્મથી જ હ્દયમાં કાણું હોવાને કારણે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ તેની સારવાર કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગરના થાનની સરકારી હોસ્પિટલમાં તેની ટ્રિટમેન્ટ ચાલી રહી હતી.
આ પણ વાંચોઃ Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું,
દફનવિધિ કર્યા બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત રીતે મળી આવ્યો હતો :હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબોએ મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને મૃતજાહેર કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ બાળકીની દફનવિધિ કરી હતી. જોકે, દફનવિધિ કર્યા બાદના થોડા સમયમાં બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત રીતે મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફરીથી મૃતદેહને થાન સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે બાળકીની ફરીથી તપાસ કરવામાં આવી હતી. ત્યારે પ્રાયવેટ પાર્ટ સાથે છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું. પછી મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીનો મૃતદેહ લઈ જવાયો હતો. થાન પંથકમાં મૃતક બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસ દ્વારા રાજકોટ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવેલ હતો.