સુરેન્દ્રનગર બાર એસોસિએશના વકીલોએ તારીખ 1 એપ્રિલે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો. સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વકીલો સાથે ખરાબ વર્તન અને અપમાનિત વર્તન તેમજ ગેરવર્તણૂંકના અનુસંધાને વકીલોમાં રોષ ઉભો થયો હતો.
સુરેન્દ્રનગર બાર અસોસિએશને કોર્ટની કામગીરીનો બહિષ્કાર કરી જ્જનો કર્યો વિરોધ
સુરેન્દ્રનગરઃ એચ.બી પાનેરી જજનું વકિલો સામે વર્તન તથા પક્ષકારો સાથેના ખરાબ વર્તનની વારંવાર રજૂઆત કરવા છતાં તેમની કામગીરીમાં ફેરફાર ન થતાં સુરેન્દ્રનગર બાર અસોસિએશનના વકીલોએ કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.
સ્પોટ ફોટો
તમામ વકિલે કોર્ટ કામગીરીનો બહિષ્કાર અને કેરમ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આથી સુરેન્દ્રનગર બાર એસો.ના પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, ઉપ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, મહિલા ઉપપ્રમુખ રાજેશ્રીબેન ત્રિવેદી, સેક્રેટરી વિપુલ જાની તેમજ મોટી સંખ્યામાં વકીલોએ કાર્યક્રમ આપ્યો હતો. વકીલોએ ટાગોર બાગ સામે છાવણી નાખી કોર્ટની કામગીરીથી અળગા રહેતા કોર્ટ કામકાજ અર્થે આવતા અરજદારોને હાલાકી ઉભી થઈ હતી.