ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજી પટેલે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીનું પ્રદર્શન ખુલ્લુ મુક્યું - ધારાસભ્ય ધનજીભાઈ પટેલ

સુરેન્દ્રનગરઃ શહેરમાં દિવ્યાંગ બાળકો દ્રારા બનાવેલ રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માંટે ધારાસભ્ય ધનજીભાઈ પટેલે પહેલ કરી હતી. 40 જેટલા દિવ્યાંગ બાળકોએ 15 દિવસની મહેનત બાદ 1200 જેટલી રાખડી બનાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર,દિવ્યાંગ બાળકો,રાખડીનુ પ્રદર્શન,ધારાસભ્ય ધનજીભાઈ પટેલ,

By

Published : Aug 9, 2019, 11:12 PM IST

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ તાલુકા શાળામાં દિવ્યાંગ બાળકો દ્ધારા રાખડી બનાવેલી તેનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે 40 જેટલા દિવ્યાંગ બાળકો દ્ધારા 15 દિવસની મહેનત બાદ 1200 જેટલી રાખડી બનાવવામાં આવી હતી, જે રાખડી બનાવવામાં આવી છે. તે શહેરી જનતા દ્રારા ખરીદી કરવામાં આવશે જેને લીધે દિવ્યાંગ બાળકોને પ્રરેણાદાયી પ્રોત્સાહનરૂપ બની રહશે.

સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકો દ્રારા બનાવેલી રાખડીનુ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ

રાખડી બનાવવા માટે શિક્ષક મિત્રો દ્રારા ખૂબ જ ટ્રેનીગ આપી હતી સતત માગદર્શન આપી રાખડીઓ બનાવવામાં આવી હતી. જે રાખડીનું વેચાણ થશે તેના પૈસાનો ઉપયોગ દિવ્યાગ બાળકોના સાધન અને તેઓને ઉપયોગી ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સુરેન્દ્રનગર ધારાસભ્ય ધનજી પટેલ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી આર.ડી.પાચાણી, નિલેશભાઈ પરમાર, શૈલેષભાઈ પંડયા,સહિત બી આર સી ભવન ટીમ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details