સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વ સહીત ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે સરકારે કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે 21 દિવસ સુધી લોકડાઉન કર્યું છે. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમામ ધંધા અને વેપાર બંધ છે. ત્યારે આ લોકડાઉનને કારણે રોજનું કમાઈ રોજ ખાતા ગરીબ લોકો સહીત છૂટક ધંધાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને હાલાકી પડી રહી છે અને પરિવારનું ગુજરાન પણ ચલાવી શકાતું નથી.
સુરેન્દ્રનગરના રતનપરમા આવેલા સ્વામિનારાયણ મંદીર દ્વારા લોકોને વિના મૂલ્યે ભોજન - રતનપર સ્વામિનારાયણ મંદીર
હાલ કોરોના વાઇરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને પગલે તમામ ધંધા અને રોજગાર બંધ હોવાથી જરૂરિયાતમંદ સહીત રોજનું કમાતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના રતનપરમા આવેલા સ્વામિનારાયણ મંદીર દ્રારા લોકોને વિના મુલ્યે જમવાનું પૂરું પાડી સેવા કરવામાં આવી રહી છે.
રતનપર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકડાઉન શરૂ થયુ ત્યારથી દરરોજ અંદાજે 1500થી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે જમવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકો માટે વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે.
પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને કારણે રતનપર સ્વામિનારાયણ મંદિર સંસ્થા સામે આવી છે અને નિયમિત કરતા અંદાજે 1500થી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જમવાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર, જોરવનગર ,રતનપર સહીત છેવાડાના વિસ્તારોમાં બપોરે અને સાંજે જમવાનું પહોંચાડી રહ્યા છે. આ સેવાલત્સલ સ્વામી સહીત મંદિરના સેવાભાવી લોકો જોડાયા છે.