ગુજરાત

gujarat

ETV Bharat / state

રોટરી કલબ દ્વારા દૂધરેજમાં વિચરતી જાતિના બાળકોને રેઈનકોર્ટનું વિતરણ કરાયું - રેઈનકોર્ટ

સુરેન્દ્રનગર: દૂધરેજ વહાણવટીનગર પ્રાથમિક શાળામાં વિચરતી જાતિના બાળકોને રેઈનકોર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેઈનકોર્ટ મળતા બાળકોમાં ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી.

Surendranagar

By

Published : Jul 29, 2019, 3:30 PM IST

વહાણવટીનગરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ પૈકી બાવરી, કાંગસિયા, દેવીપૂજક પરિવારો રહે છે. તેઓના બાળકો વહાણવટીનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ બાળકોને રોટરી કલબ સુરેન્દ્રનગર દ્વારા ૧૪૦ રેઈનકોર્ટનું વિતરણ કરવામા આવ્યુ હતું.

રોટરી કલબ દ્વારા વિચરતી જાતિના બાળકોને રેઈનકોર્ટનું વિતરણ કરાયું

આ પ્રસંગે રોટરી કલબ સુરેન્દ્રનગરના પ્રમુખ અશોકભાઈ, સેક્રેટરી કલ્પેશભાઈ, ડો. સિધ્ધેશભાઈ વોરા તેમજ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે. વ્યાસ, શાળાના આચાર્ય જશવંતભાઈ વરમોરા તેમજ શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

રોટરી કલબ દ્વારા વિચરતી જાતિના બાળકોને રેઈનકોર્ટનું વિતરણ કરાયું

ABOUT THE AUTHOR

...view details