હળવદના રહેવાસી વિજય રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે, કે આરોપી નટુ પરમાર, વાઘજી પરમાર, ખોડા પરમાર, હર્ષદ પરમાર, રમેશ પરમાર, પ્રવીણ પરમાર, ગુલાબ પરમાર, દેવશી પરમાર, નરશી પરમાર, સુરેશ પરમાર, લાલજી પરમાર, કાન્તી પરમાર, શૈલેશ પરમાર, નાનજી પરમાર, કિરણ પરમાર, નિતેશ પરમાર, ગવરી પરમાર, મંજુ પરમાર, વસંત પરમાર અને ચંપા પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રીના સમયે નટુ પરમાર ગાળો બોલતો હતો અને ફરિયાદીના બાપુજીએ ગાળો બોલવાની ના કહેતા ગાળો આપી તેમજ કાકા વજુ સમજાવવા જતા તેમને પણ ગાળો આપી, લોખંડ પાઈપ મારી તેમજ અન્ય આરોપીઓ હથિયારો લઈને ધોકો કુહાડીથી હુમલો કરી દેતા ફરિયાદી પાલજી, ધુળા, હર્ષદ અને મોનીલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
હળવદ બે જૂથ વચ્ચે અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ - police
હળવદ: હળવદ પંથકમાં રહેતા બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી અને જૂથ અથડામણ થવા પામી હતી. જે બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
halvad
જયારે સામાપક્ષે નટવર પરમારે આરોપી પાલજી, હસમુખ, વિજય, મુલજી, વજુ, જીતુ અને અમિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહી લાકડી, પાવડો અને લોખંડ પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી તેમજ મંજુબેન,પ્રવીણ, વાઘજી, સહિતનાઓને ઈજા પહોંચી છે. હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.