જોવરનગર PSI કાર પસાર થઇ રહી હતી ત્યારે ગાયોને રસ્તા ઉપરથી દૂર ખસેડવા બાબતે માલધારી અને પોલીસ વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી, બાદમાં આ બનાવમાં પોલીસે માલધારીઓને માર માર્યો હોવાના આક્ષેપ સાથે દેકારો મચી ગયો હતો.
સુરેન્દ્રનગરમાં PSIએ સંતો અને ગોવાળોને માર માર્યાનો આક્ષેપ, માલધારી સમાજમાં રોષની લાગણી પ્રવર્તી - પોલીસ
સુરેન્દ્રનગરઃ દુધરેજ નજીક શનિવારે સાંજે ગાયો લઈને પસાર થઈ રહેલા ગોવાળને યુવાસંત રોડ પરથી ગાયો દૂર કરવાની થોડી વાર લાગતા PSI એસ. એસ. વરૂએ ગોવાળ અને સંતને માર માર્યાના આક્ષેપ ઉઠ્યા છે.
આ વાત વાયુવેગે ફેલાતા રબારી અને માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દુધરેજ રોડ ઉપર દોડી આવતા હાઈવે ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, બનાવના પગલે એલ.સી.બી, એસ.ઓ.જી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને લોકોને સમજાવીને રોડ પરથી દૂર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. તેમજ દુધરેજ વડવાળા જગ્યા મંદિરના મહંત કનીરામબાપુ અને મુકુંદરામબાપુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જ્યાં મોડી રાત્રે પી.એસ.આઇ વરુ દ્વારા માફી માંગી હોવાનું પણ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે અને વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામ બાપૂને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકે મહેન્દ્ર બગાડીયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા સમાજને મંદિરના મહંત દ્વારા કોઈપણ ઉશ્કેરી જનક વાતમાં આવવું નહીં અને જ્યારે જરૂર પડે સમાજને જાણ કરવામાં આવશે જેનો વીડિયો પણ વાયરલ કરીને સમાજને સંદેશો આપ્યો હતો.