ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કવિ રમેશ આચાર્યનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર: જિલ્લામાં કવિ રમેશ આચાર્યનો સન્માન સમારોહ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યપ્રધાન પુરુસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

kavi
કવિ

By

Published : Dec 29, 2019, 3:49 PM IST

કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રાજયપ્રધાન પુરૂસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કવિઓ, સાહિત્યકારો શબ્દના મર્મને સમજી સાહિત્યની રચનાઓ સમાજ સમક્ષ મુકતા હોય છે. આવા કવિઓનું ઝાલાવાડમાં સન્માન થાય તે એક અદભુત ઘટના છે. સાહિત્યકારોનું સન્માન એ ભાષા–સાહિત્યનું સન્માન છે. રૂપાલાએ તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન મોદીનો સાહિત્ય પ્રત્યેનો લગાવ અને તેમની દીર્ઘ દ્રષ્ટિનો ઉલ્લેખ કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં કવિ રમેશ આચાર્યનું સન્માન કરાયું

કેન્દ્રીય રાજ્યપ્રધાન રૂપાલાએ વધુમાં કહ્યું કે, લોકસાહિત્ય પરિવારને બિરદાવી સાહિત્યકારોના સન્માન થકી જ આવનારી પેઢીને ગુજરાતી ભાષા વિશે વધુ જાણકારી મળી શકે છે. કેન્દ્રીય રાજયપ્રધાનના હસ્તે કવિ રમેશ આચાર્યને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કવિ રમેશ આચાર્યએ આ પ્રંસગે કહ્યું કે, ગુજરાતી ભાષાથી આજના યુવાનો દૂર થતા જાય છે. આજના યુવાનોને ગુજરાતી ભાષાના શબ્દો માટેનુ સમજણ પ્રત્યે જ્ઞાન અપૂરતું છે. મને જે સન્માન મળ્યું તે મને નહિ પણ ગુજરાતી ભાષાનું સન્માન છે. હું તો માત્ર નિમિત્ત છું. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ, લોકસાહિત્ય પરિવારના અધ્યક્ષ ભુપેન્દ્ર દવે, કવિ ડૉ. જયેન્દ્ર શેખડીવાલા તેમજ અગ્રણી જગદીશ ત્રિવેદી સહિત ઝાલાવાડના કવિઓ, લેખકો અને સંસ્થાના પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details