છેલ્લાં ઘણા વર્ષથી ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવાના નામે તંત્ર સ્થાનિકો સાથે મજાક કરી રહ્યું છે. શહેરના બહુચર ચોકથી 80 ફૂટ દૂર જૂના જંક્શન પાસે 80 કરોડ ખર્ચે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી 2016 શરૂ કરાઈ હતી. છતાં પણ હજુ સુધી આ કામગીરીનો અંત આવ્યો નથી.જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતિએ થતાં સ્થાનિકો થયાં પરેશાન - સ્થાનિકો પરેશાન
સુરેન્દ્રનગરઃ શહેરની દૂધરેજ નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઓવરબ્રીજ કામગીરી હાથ ધરાઈ હતી. શહેરને પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા રોડ પર બ્રીજની કામગીરી 2016માં થરૂ થઈ હતી. પણ હજુ સુધી આ બ્રીજ બની શક્યો નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે તંત્રમાં રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ 15 ઓકટોબર રોજ દુધરેજ નગરપાલિકાના સ્થાપના દીવસે બ્રીજની સંપૂર્ણ કામગીરી પૂરી કરવાનો દાવો કર્યો હતો.
દૂધરેજ નગરપાલિકા દ્વારા બનતાં ઓવરબ્રીજની કામગીરી ગોકળગાયની ગતિએ થતાં સ્થાનિકો પરેશાન
આ બ્રીજ શહેરના બે વિસ્તારોને જોડે છે. મોટાભાગની શાળાઓ અને રોજગારના સ્થળો શહેરી વિસ્તારમાં આવેલાં છે. જેથી સ્થાનિકોએ બ્રીજને વહેલી તકે બનાવવાની રજૂઆત તંત્રમાં કરી હતી. ત્યારે તંત્રએ દૂધરેજ નગરપાલિકાના સ્થાપના દિવસે રોજ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરી પ્રજા માટે ખુલ્લો મૂકવા જણાવ્યું હતું.