ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2020, 5:44 PM IST

ETV Bharat / state

ચોટીલા મંદિર માટે 8 જૂનથી ખુલશે, ભક્તોમાં ખુશીનો માહોલ

કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં પહેલીવાર ભક્તો માટે ધાર્મિક સ્થળો બંધ રખાયા હતા. હવે અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, 8 જૂનના રોજ ધાર્મિક સ્થળોને સરકારના નીતિ નિયમનું પાલન કરી ખોલવામાં આવી રહ્યા છે. આ સાથે જ ચોટીલામાં ભક્તોના દર્શન માટે ચામુંડામાતાનું મંદિર ખોલવામાં આવશે.

ચોટીલામાં ભક્તો માટે 8 જૂનથી ખુલશે, ચામુંડામાતાજીના મંદિરના દ્વાર
ચોટીલામાં ભક્તો માટે 8 જૂનથી ખુલશે, ચામુંડામાતાજીના મંદિરના દ્વાર

ચોટીલા: લોકડાઉનના પગલે દરેક ધાર્મિક સ્થળો બંધ રખાયા હતા. સૌપ્રથમવાર આ ધાર્મિક સ્થળો લગભગ સિત્તેર દિવસથી દર્શનાર્થી માટે બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે હવે અનલોક-1માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે, 8 જૂનના રોજ ધાર્મિક સ્થળોને સરકારના નિયમ અનુસાર ખોલવામાં આવશે. ભક્તો માટે ચામુંડા માતાજીના દ્વાર ખુલવાના સમાચારથી ઉત્સાહમાં વધારો થયો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, વધુ લોકો ભેગા ન થાય તે બાબતનું ધ્યાન રાખવું આ બાબતે કાળજી રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે.

ચોટીલામાં ભક્તો માટે 8 જૂનથી ખુલશે, ચામુંડામાતાજીના મંદિરના દ્વાર

ચોટીલામાં આવેલા માં ચામુંડા માતાજીનું મંદિર પણ આગામી 8 જુનના રોજ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચના રોજ આ મંદિર લોકડાઉનમાં બંધ કરવામાં આવેલુ હતું. મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા સરકારના નિયમનું પાલન થાય તેમજ વધુ લોકો એક સાથે ન આવે તેમજ ભીડ થાય તે માટે દર્શનાર્થીઓને પણ આ બાબતે જાગૃત કરવા પ્રયત્ન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details