- ગંગાનગર હુડકો વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર મારી આધેડની હત્યા
- અજાણ્યા શખ્સે હત્યા કર્યાનું પ્રાથમિક તારણ
- પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ગુનાખોરી અટકવાનું નામ નથી લેતું. જિલ્લામાં રોજ કોઇને કોઇ ગુનો બનતો હોય છે અને પોલીસ અને આરોપીઓ જાણે સંતા કુકડી રમતા હોય તેમ પ્રજાને લાગી રહ્યું છે.
સમગ્ર ઘટના
શહેરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સમયે આધેડ ગરમીથી બચવા બાહાર ખાટલો ઢાળી સુતા હતા, ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર તીક્ષણ હથીયાર વડે હુમલો કર્યો હતો. જેથી આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારોના ઘા મારતા ઘટનાસ્થળે મોત સાગરભાઇ અને કુંટુબના સભ્યો ખમીસણા ગામે માતાજીનો માંડવો હતો અને પ્રસાદ લેવા ગયા હતા દરમિયાન મોડી રાતે સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ઘનશ્યામભાઇ પાછા આવ્યા હતા, જ્યારેે સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસણા ગામે રોકાઇ ગયો હતો અને આ તરફ સાગરભાઇ રાતના ઘરના ફળીયામાં સૂતા હતા ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર તિક્ષ્ણ હથીયારોના ઘા મારી સાગરભાઇની હત્યા કરી અને ફરાર થઇ ગયા હતા.
સવારે જયારે સાગરભાઇનો પુત્ર મહેશ પાછો આવ્યો ત્યારે પિતાનો મૃતદેહ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જેથી મહેશે એ.ડિવિઝન પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં સીટી પી.આઇ, એલ.સી.બી, એસ.ઓ.જી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ગંગાનગર હુડકો વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર મારી આધેડની હત્યા પોલીસની કાર્યવાહી
પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ લોકો અને સાગરભાઇને કોઇની સાથે દુશ્મનાવટ હતી કે, આ પ્રકરણમાં કોઇ અન્ય કારણ છે તે જાણવા ખાનગી બાતમીદારોને કામે લગાડી તપાસ આરંભી હતી અને ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફીગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરી હતી.