2014માં ભાજપના દેવજી ફતેપરા જીત્યાં હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. અહીં રસ્તા-પાણી સુરેન્દ્રનગરની કાયમી સમસ્યા છે. જેથી વિકાસના અભાવે જિલ્લામાં વિરોધનો વંટોળ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ ઉપરાંત ઠાકોર અને પાટીદારના મતો પણ નિર્ણાયક રહે છે. જોકે લોકસભામાં મોટાભાગે કોળી ઉમેદવાર જ અહીંથી જીત્યો છે.
સુ'નગરમાં કોંગ્રેસના જૂના જોગી સામે ભાજપનો નવો નિશાળીયો - mahendra mujpura
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો પોતાનો મિજાજ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચેનો રાખે છે. રોજગારીની સમસ્યા, ઊંડા ભૂગર્ભજળને લીધે આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ છે. તરણેતરની ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા સુરેન્દ્રનગરમાં પક્ષ કરતા ઉમેદવારનું મહત્વ સવિશેષ રહ્યું છે. એક સમયે રાજવી પરિવારનો દબદબો ધરાવતી આ બેઠક હવે કોળી સમાજનું પ્રભુત્વવાળી બની છે. અહીં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચૂંટણી પણ હોવાથી આ જંગ પણ રસપ્રદ બનશે.
વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની કામગીરીની વાત કરીએ તો દેવજીભાઈ પર થયેલા કેટલાક કેસના કારણે ભાજપની છબી ખરડાઈ છે. પક્ષના પ્રચાર અભિયાનમાં દેવજીભાઈની ગેરહાજરી વર્તાતી રહી છે. આ વખતે અપેક્ષા મુજબ ભાજપે દેવજી ફતેપરાનું પત્તું કાપી નાખ્યું છે. ભાજપે નવા નિશાળીયા તરીકે ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા છે. RSS સાથે જોડાયેલા અને વ્યવસાયે તબીબ એવા ડો. મુંજપરા લોકોમાં ઘણાં લોકપ્રિય છે, જ્યારે કોંગ્રેસ પટેલ કાર્ડ ખેલી દિગ્ગજ નેતા સોમા ગાંડાને ચૂંટણીના જંગે ચડાવ્યાં છે. જેથી કોંગ્રેસ માટે આ બેઠક આશાવાદ રૂપ ગણી શકાય...