ઇસ્કોન ખાતે અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર વ્યક્તિઓના મોત સુરેન્દ્રનગર: હૈયામાં હજારો હામ અને મોત મળે તો કેવી સ્થિતી થાય? અણધારા મોતના ભાગીદાર બધા છે કોઇ એક કહેવાથી અન્યાય બધા સાથે થશે. હૈયામાં હામ યુવાન છોકરાઓના મા-બાપમાં પણ હોય કે મારો દિકરો આ કરશે મોટું નામ કરશે. એટલે તો નાના ગામડાથી મોટા શહેરમાં મોકલે છે. પંરતું આ મા-બાપને ખબર ન હતી કે તેમની નનામી જ હવે પાછી વળશે એ પણ કોઇ બિજાના પાપના કારણે. સરકારી તંત્રનો મોટો હાથ છે આમ છતાં તથ્ય ઉપર હાથ ધોઇ નાખ્યાં. અમદાવાદમાં બનેલી ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર વ્યક્તિઓ છે. હેરાન થઇ જઇએ એ વાત તો એ છે કે પોલીસ કર્મીઓના મોત થઇ ગયા હોવા છતા કોઇ પોલીસ અધિકારી પણ નથી બોલતા આ વિશે. હવે લોકતંત્ર કહેવું યોગ્ય છે ખરું?
ડેડબોડી સોંપવામાં આવી: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જેગવાર ગાડી ની અડફેટે 10 યુવાનોના મોત નીપજ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોના મોત નીપજ્યા છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના બે અને ચુડા પોલીસ કોન્સ્ટેબલ અને ચાંચકા ગામના હોમગાર્ડ જવાનું ના મોત નીપજ્યા છે. અકસ્માત બાદ તમામની પીએમ કરીને તેમના પરિવારોને ડેડબોડી સોંપવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરના બે યુવાન અમન કચ્છી અને અરમાન વઢવાણિયાને સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસનું મોત: જ્યારે આ અકસ્માતમાં ટ્રાફિક પોલીસ ધર્મેન્દ્રસિંહ પરમારનું પણ અકસ્માતે મોત નીપજ્યું હતું. ત્યારે તેમના વતન ચુડા ખાતે તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિ દરમિયાન દરમિયાન જીવનની આવૃત્તિ આપનાર ચુડાના પોલીસ કરીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલની યાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું. અંતિમ ક્રિયા સમયે હાજર સૌ કોઈની આંખોમાં આશરૂમ જોવા મળ્યા હતા ચુડા ગામ મગ્ન બન્યું હતું. સુરેન્દ્રનગર ના બંને યુવાનોની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમયાત્રામાં પોલીસ સ્ટાફ:અરમાન અને અમન બંને મિત્રો અભ્યાસ અર્થે અમદાવાદ ગયા હતા અને બંનેના ઘર એક જ સોસાયટીમાં નજીક આવેલા છે અને બાજુમાં રહેવાની સાથે બંને એક જ જ્ઞાતિ ના હોય અને ખાસ મિત્રો હતા અરમાન ના પિતા અનિલભાઈને એક પુત્ર અને એક પુત્રી છે. અમને પણ એકનો એક પુત્ર હોય અને બંને યુવાનોના મોત થતા પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. પરિવારજનોની માંગ છે કે અકસ્માત કરનારને કડકમાં કડક અને ઝડપી સજા થાય તેવું ઈચ્છી રહ્યા છે. બીજા કોઈ યુવાનનો આ રીતે ભોગ ન લેવાય તેવી સજા કરવામાં આવે. ચુડાના વતની એવા અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પરમાર અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ગ્રામજનો સ્નેહીઓ અને પરિવારજનો જોડાયા હતા.
- Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું, કુલ 7 લોકોની ધરપકડ
- Ahmedabad Fatal Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને અમદાવાદીઓનો ભારે રોષ, વૈભવી ગાડીના ચાલકો મધ્યમ વર્ગના લોકોને કચડી નાખતા હોવાનો આક્ષેપ