ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પોલીસે સટ્ટો રમતા 4 શખ્સોની કરી ધરપકડ - Etv Bharat

સુરેન્દ્રનગરઃ ક્રિકેટ વર્લ્ડકપની મૅચની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ પર સટ્ટો રમતા 4 શખ્સો અને મકાન માલિકની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી છે.

સુરેન્દ્રનગરમાં પોલીસના રેડમાં સટ્ટો રમતા 4 શખ્શો ઝડપાયા

By

Published : Jun 10, 2019, 9:41 AM IST

સુરેન્દ્રનગરમાં વર્લ્ડકપની મૅચ પર સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે શહેરના અંઘ વિદ્યાલય પાસે આવેલા જ્યોતિ પાર્કના રહેણાંક મકાનમાં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચ પર સટ્ટો રમતા લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે સાંજના સમયે દરોડા પાડી ઘરના ઉપરના માળે સટ્ટો રમતા મકાનમાલિક રાજદીપસિંહ ઝાલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજદીપસિંહ પોતાના ઘરે કમિશન મેળવી સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. આ દરોડામાં રોકડ રૂપિયા 13,760, 26 મોબાઇલ કિંમત રૂપિયા 64000, 2 કાર કિંમત રૂપિયા 7. 50 લાખ, 5000નું ટીવી સહિત કુલ રૂપિયા 8, 73,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details