- કચ્છમાં રાપરના કિડીયાનગરમાં 3 ઇંચ, બાદરગઢ 2.5 ઇંચ અને રણકાંધીના ગામડાઓમાં 1થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભચાઉમાં સાંજે અડધો ઇંચ, ભૂજ તેમજ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
- અમરેલીમાં રાજુલાના કથીવદર ગામે બે વ્યક્તિને વીજશોક લાગ્યો હતો. અગાસી પર કામ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં મહિલા અને પુરુષને ગંભીર ઇજા થઈ હતી.
- સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં 4, સાવરકુંડલામાં ગાજવીજ સાથે બે કલાકમાં દોઢથી બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના જસદણ અને ગોંડલમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.
- ઉત્તર ગુજરાતમાં કાંકરેજ, દિયોદર અને બહુચરાજીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના નસવાડી અને ડભોઇમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
- ગોધરામાં પણ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટા પડ્યાં હતાં. અહીં ઓરસંગ અને કરા નદીમાં નવા નીર આવ્યાં હતાં.
- ભાવનગર જિલ્લામાં આજે પણ હળવા ભારે ઝાપટાથી લઇને સવા બે ઇંચ સુધીની શ્રીકાર વર્ષા થઈ છે. પાલિતાણામાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં લોકોમાં ખુશાલી પ્રસરી હતી.
- ગારિયાધાર પંથકમાં પણ પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ભાવનગર શહેર, વલભીપુર અને મહુવામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.
કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, વીજળી પડવાથી 3ના મોત - surendranagar
કચ્છ-સૌરાષ્ટ્ર: રાજકોટ જામનગર, જૂનાગઢ, ભૂજ, ભાવનગરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. જો કે, સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં 3ના મોત થયાં છે. સાવરકુંડલાના ભેંકરા ગામે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભેકરા ગામે વજળી પડતા એકનું મોત થયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરના હડાળા ગામે વીજળી પડતા બેના મોત થયાં છે. વરસાદમાં રોડ પર ચાલીને જતા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી. જેથી તેમનું મોત થઈ છે. જિલ્લાના સાયલા, ચોટીલા અને થાન પંથકમાં સારો વરસાદ પડ્યો હતો.
કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત
Last Updated : Jun 27, 2019, 9:55 AM IST