ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલો કોઝ-વે વરસાદના પાણીએ ધોવાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હજુ 6 મહિના પહેલા કરોડોના રૂપિયાના ખર્ચે કોઝ-વે બનાવવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડતા આ કોઝ-વે ધોવાઈ ગયો છે. જેથી તંત્રના કરોડો રૂપિયાનો ધૂમાડો થઈ ગયો છે.

By

Published : Aug 13, 2019, 12:00 PM IST

surendranagar news

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે શેરીઓ એને હાઇવેના રોડ તણાયા હોવાથી ભારે નુકસાન થયું છે. જેથી પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જિલ્લામાં કરોડો ના ખર્ચે બનવેલ અનેક રોડ રસ્તાઓ તણાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ કોઝ-વે વરસાદના પગલે તણાયો છે. જિલ્લા પંચાયતથી રતનપર અને સર્કિટ હાઉસ પાસે જતા રોડ બંધ થતા લોકોએ 2 કિ.મી. ફરીને રતનપર સર્કિટ હાઉસે ફરીને જવું પડે છે.

સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલ કોઝ-વે વરસાદના પગલે ધોવાયો

ABOUT THE AUTHOR

...view details