ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રાંગધ્રાના વાવડીમાં તણાયેલ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે 10 લોકો નદીમાં ફસાયા હતા. જેમાંથી 3 લોકોને ધ્રાંગધ્રા આર્મી દ્વારા બચાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર સ્થાનિક તંત્ર ફાયર બ્રિગેડના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. પ્રસાશન દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. ફસાયેલા લોકો નદીમાં પાણીમાં તણાયા હોવાની આશંકા હતી. નદીમાં પાણીનું વહેણ પણ ખૂબ જ હતું. ફસાયેલ 7 લોકોના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. તેઓને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા હતા.

etv bharat surendranagr

By

Published : Aug 11, 2019, 11:28 PM IST

વાવડી ગામે ફલ્કુ નદીમા જે કુદરતી બનાવ બન્યો હતો. જેમા વહેલી સવારે 7 લોકો તણાય હતા. તેમાથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે હજુ પણ એક યુવક લાપતા હોવાને કારણે વાવડી ગામના ભાજપ તાલુકા પ્રમુખ ઘનશ્યામ ભાઇ, વાવડી ઉપ સરપંચ ગોપાલભાઇ મુંલાડીયા, પંચાયત સભ્ય કિરીટ ધામેચા, રુદપાલસિહ અને ગામજનો ભારે જહેમત કરી યુવકની શોધખોળ કરી રહ્યા છે. NDRFની ટીમ સાથે ગ્રામજનો મહેનત કરી રહ્યા છે. સ્થાનિક તરવયાની મદદ થી મૃતદેહ શોધવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રાના વાવડી તણાયેલ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા
  • આર્મી દ્વારા બચાવવામાં આવેલા લોકોની યાદી
  1. રયાબેન સદાજી ઢાકોર વાલપુરા કાકરેજ બનાસકાંઠા
  2. મહેશ ગોવિદભાઈ ક્લોત્રા રબારી
  3. યસભાઈ કે. ક્લોતા રબારી
  • મળી આવેલા 6 લોકોના મૃતદેહના નામ
  1. સદાજી માલજી ઢાકોર વાલપુરા (કાંકરેજ બનાસકાંઠા)
  2. ગંભીરજી લાલજી ઢાકોર (મોટા જોરાવર પુરા સમી)
  3. જોશનબેન ગંભીરજી ઢાકોર (મોટા જોરવરપુરા સમી પાટણ)
  4. પુનાબેન ગંભીરજી મોટા (જોરાવરપુરા સમી)
  5. વિજય રવજી ભાઈ ધાધર રબારી
  6. અવકાશ મેલભાઈ રબારી

ABOUT THE AUTHOR

...view details