ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં અરવલ્લી દુષ્કર્મ મામલે ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - મોડાસા

સુરેન્દ્રનગર: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જનજાતિની યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાના બનાવમાં ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગ સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અપરાધીને ફાંસીની સજા આપવાની માગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
અપરાધીને ફાંસીની સજા આપવાની માગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Jan 11, 2020, 10:46 AM IST

જિલ્લામાં બહુજન ક્રાંતિ મોરચા, ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરચાના નેજા હેઠળ તેમજ સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે મહિલાઓએ બોર્ડ બેનર સાથે રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અપરાધીને ફાંસીની સજા આપવાની માગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જાતિની યુવતી ઉપર થયેલા અમાનુષ્ય ઘટનાને પગલે પીડિત યુવતીના પરિવારને એક કરોડની સહાય આપવા તેમજ જવાબદાર અપરાધીઓ સામે તાત્કાલિક પગલાં ભરીને સજા આપવાની માગ કરી હતી. આ ઉપરાંત પીડિત પરિવારના સભ્યોને SRPનું રક્ષણ આપવા, સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં તેમજ આ બાબતે સમયસર એફઆઈઆર ન નોંધનાર પોલીસ અધિકારી સામે પણ તાત્કાલિક પગલાં ભરીને સસ્પેન્ડ કરવાની માગ ઉઠાવી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details