ચોટીલાની સનશાઈન સ્કૂલમાં જોવા મળી ભારતીય સંસ્કૃતિની ઝાંખી - An overview of Indian culture
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલી સનશાઈન સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
ચોટીલા: ચોટીલાની સનશાઈન સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈંગ્લેન્ડની ક્વિન એલેક્ઝાન્ડ્રા સ્કૂલના 22 લોકોનું પ્રતિનિધિ મંડળ સમશાઈન સ્કૂલની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળનું ભારતીર પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં રાસ-ગરબા સહિત વર્તમાન વૈશ્વિક સમસ્યા જેવી કે, પાણી બચાવવું, વૃક્ષોનું જતન કરવું તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેવી વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવી હતી.