ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોટીલા સરકારી જમીન કૌભાંડમાં અધિક કલેક્ટરે કર્યુ સરેન્ડર - SURENDRANAGAR

સુરેન્દ્રનગર: ચોટીલાના જમીન કૌભાંડમાં તત્કાલીન અધિક કલેકટર સહિત ત્રણ અધિકારીઓએ કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હતું. જેમાં ભાગેડુ જાહેર થયેલા તત્કાલિન અધિક કલેકટર ચંદ્રકાન્ત પંડયાએ સરેન્ડર કર્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 3:43 PM IST

ભૂમાફિયાઓએ સરકારી અધિકારીઓ સાથે વાત કરીને તથા કાગળોનું ખોટું અર્થઘટન કરીને કરોડોની કિંમતની 800 એકર સરકારી જમીનનું કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં તત્કાલીન કલેકટર ચંદ્રકાન્ત પંડ્યા, ચોટીલાના નાયબ કલેકટર વી. ઝેડ. ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર જે. એલ. ધાડવી સામે ગુનો દાખલ થયો હતો.

કેસમાં નાસતા-ફરતા ચંદ્રકાન્ત પંડ્યાને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા. ચંદ્રકાન્ત પંડ્યા સોનગઢ કોર્ટમાં હાજર થવા માટે પોતાના વકીલ સાથે આવ્યા હતા, પરંતુ કોર્ટમાં વકીલોની હડતાલ ચાલુ હોવાથી વકીલોએ તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ ચંદ્રકાન્ત પંડ્યા સુરેન્દ્રનગરની ACBઓફિસે હાજર થવા માટે ગયા હતા. આ કેસની તપાસ રાજકોટ ACB કરતી હોવાથી તેમને હાજર કર્યા ન હતા. ભાગેડુ જાહેર કર્યા બાદ અધિક કલેક્ટર અચાનક હાજર થતા અનેક અટકળો વહેતી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details